________________
૩૨
લે મિઝરા " તે ઝડપી પગલે ચાલવા લાગ્યો. તેના ખીસામાં જાવર્ટની બે પિસ્તોલો ભરેલી તૈયાર હતી.
તેને બોલાવવા આવનાર જુવાનિયો શેરીમાં તેની અગાઉ કયારને ચાલતો થઈ ગયો હતે.
ક્યાંક નિર્જન થયેલી ખાલી શેરી હતી, તે વચ્ચે વચ્ચે કોનાં ઉશકેરાયેલાં ટોળાંની ભીડથી અંદર પેસી પણ ન શકાય તેવી શેરીઓ પણ આવતી; પરંતુ નિર્જન શેરીનાં બંધ બારણા જેમ તેને નજરે પડતાં ન હતાં, તેમ ભીડવાળી શેરીઓની ધક્કામુક્કી તથા કલશેર પણ તેને સ્પર્શતાં ન હતાં. તે ઊંધું ઘાલીને એક જ લક્ષ્યથી ચાલ્યો જતો હતો: તે મૃત્યુને જ ભેટવા જતા હતો, પછી જીવનનાં બીજાં દૃશ્યોની તેને શી પરવા? એક શેરીમાં બંદુકની ગોળી તેના કાન સરસી થઈને પસાર થઈ ગઈ અને હજામની દુકાનની નિશાનીરૂપ બહાર લટકાવેલી એક તાંબાની વાડકીમાં પેસી ગઈ. તેને એ ગળીથી એટલું જણાયું ખરું કે પોતે જે માર્ગે જવા ઇચ્છતો હતો, તે માર્ગે જ જઈ રહ્યો છે!
મેરિયસ મોરચામાં દાખલ થયો, તે વખતે એન્જલસ વગેરે બેવોચ શી ખબર લાવે છે, તેની ઇંતેજારીમાં હતા. થોડી વારમાં જ ગેડ્યોચના ગાયનને સર સંબળા. અને ડી વારમાં તો ગેચ ઠેકડા મારતોકને મોરચામાં દાખલ થયો અને બોલ્યા, “મારી બંદૂક કયાં છે? પેલા તે આવી પહોંચ્યા !”
તરત જ આખા મોરચામાં સન્નાટો છવાઈ ગયો. દરેક જણે પોતપોતાનું હથિયાર સંભાળી લીધું.
એન્વેલરસે પોતાની પિસ્તોલ પસંદ કરવા ગેડ્રોચને પૂછયું, ગેડ્રોચે જાવર્ટવાળી બંદૂક જ ઉપાડી.
દરેક જણ પિતાની જગાએ ગોઠવાવા લગે. એલરસ, કોમ્બીફેર, કર્કેરાક, ઈગલ, જેલી, બહેરેલ અને ગેબ્રોચ વગેરે ૪૩ જણા મોરચા પાછળ ઘૂંટણિયે પડીને બેઠવાઈ ગયા. તેમનાં માથાં મોરચાની ટેચની લગોલગ પહોંચતાં હતાં. ફક્યુલીના છ સાથીદારોને વીશીના ઉપરના બે માળની બારીઓએ ગોઠવવામાં આવ્યા હતા.
થોડી વારમાં લશ્કરની ટુકડીનાં માપેલાં પગલાંને અવાજ નજીક આવતે સંભળાયો. પછી તે સૈનિકોની બંદૂક ઉપરનાં બેનેટની અણીઓ મરચાની આ તરફ રહ્યાં રહ્યાં પણ દેખાવા લાગી.
સામેથી આવાજ આવ્યો, “કોણ છે? જવાબ આપો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org