________________
મેરિયસ અધારામાં અટવાય છે જેઓએ આ છેલ્લું વાકય સાંભળ્યું, તેઓ કંપી ઊઠયા,
અમે પણ તેમાં તમારી સાથે જ છીએ,” કોમ્બીફે બૂમ પાડીને જણાવ્યું.
“એક શબ્દ વધુ. આ માણસને દેહાંતદંડ આપવામાં મેં તેમ કરવાની આવશ્યકતાને નમતું જોખ્યું છે, પણ આવશ્યકતા શબ્દ તે આ જૂના જગતને છે અને એનો અર્થ લાચારી થાય છે. પણ પ્રગતિને નિયમ એ છે કે, અસુરે દેવ આગળ માગ મૂકવો જોઈએ. ભવિષ્યમાં પ્રેમનું સામ્રાજ્ય થાઓ. હે મૃત્યુદેવતા! મેં તમને બલિદાન આપ્યું છે, પણ હું તમારે પૂજારી નથી, નાગરિકો, ભવિષ્યમાં અંધકાર કે વજપ્રહારની જરૂર નહિ રહે. ઘાતફી અજ્ઞાન કે ખૂનના બદલામાં ખૂનને કાયદો નહિ રહે. ભવિષ્યમાં કોઈ માણસ પિતાના બીજા માનવબંધુની કતલ નહિ કરે. માનવજાત પ્રેમથી પ્રજવલિત થઈ હશે. બધે સમન્વય, સુસંગતિ, પ્રકાશ, આનંદ અને જીવન પ્રસરશે, ત્યારે જ તે દિવસ આવશે. પણ એ દિવસ જરૂર આવશે. અને તે માટે આપણે અત્યારે આપણા પ્રાણ પાથરી રહ્યા છીએ.”
સૌ એ દેવાંશી યુવાનના ભવ્ય મુખારવિંદમાંથી ઝળહળી રહેલા આશા, પ્રેમ, અને સ્વાર્પણના પ્રકાશને નય હદયે નિહાળી રહ્યા.
અહીં આગળ આપણે પોલીસએ પછી કરેલી તપાસને આધારે કરેલા અહેવાલને સ્વીકારી લઈએ, તે છે કે બુક પિલીસ અમલદાર હતું અને પિોલીસની જ એક વિચિત્ર દંતકથાને કબૂલ રાખીએ, તો એ માણસ કલેકેસસ જ હતો ! કારણ કે એ દિવસ પછી પૅરિસમાં કે કયાંય કલેકસસનું નામનિશાન સાંભળવામાં આવ્યું નહોતું.
આ અરસામાં જ કોફૅશકે એવું તે એક જુવાનિ કે જે થડા વખત ઉપર તેને ત્યાં મેરિયસનું ઠેકાણું પૂછવા આવ્યો હતે, તે મરચામાં દાખલ થયો હતે. તેના મોં ઉપર એક પ્રકારની ગાંડાની લાપરવાઈ અને હિંમત દેખાતાં હતાં. એ એપનીન હતી.
એરિયસને રૂ દ લા ચેનરીને રચે બોલાવનાર અવાજ જાણે નિયતિને અવાજ હતો. મેરિયસ મૃત્યુને જ ભેટવા ઇચ્છતો હતો અને એ માટેની તક તેને આવી મળી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org