________________
લે મિઝરાયલ
વીસ વરસના નાજુક જુવાનના હાથમાં અને અવાજમાં એવી દૃઢતા હતી કે, પેલા ભારે શરીરવાળા લે કેબુક બરુની પેઠે નીચા વળી ગયા. તે છટકવા પ્રયત્ન કરવા લાગ્યા; પણ તેને તરત જ જણાઈ ગયું કે તે લોખંડી પંજામાં જકડાયા છે.
૨૪૦
આખા મારચા જાણે ત્યાં દોડી આવ્યો, અને સૌ કોઈ દૂર ભૂંડાળું વળીને ઊભા રહ્યા. કોઈના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યા.
લે કેબુક પૂરેપૂરો ડઘાઈ ગયો હતો. હવે તેણે રક્ષણ માટે પ્રયત્ન કરવાનું છાડી દીધું, એોલરસે હવે તેના ઉપરથી હાથ ઉઠાવી ખિસ્સામાંથી ઘડિયાળ કાઢવું અને કહ્યું, “તને એક મિનિટ આપવામાં આવે છે; વિચાર કરી લે.” “ દયા ! ” પેલો ખૂની માથું નીચું રાખીને ગણગણ્યો.
એન્જલરસે ઘડિયાળ ઉપરથી આંખ ખસેડી નહિ; એક મિનિટ થતાં તેણે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધું તથા પછી પેલા અમળાતા અને બરાડતા લે કેબુકને માથાના વાળથી ઊંચા કરીને તેના કાન આગળ પિસ્તાલની નળી ગેાઠવી દીધી. તે જોઈ, જાનની પરવા છેાડી મેારચામાં જોડાયેલા કેટલાય મરણિયા ભડવીરોએ પણ માં ફેરવી લીધું.
ભડાકો થયા; અને પેલા ખૂની માં ફરસબંધી તરફ રાખી જમીન ઉપર તૂટી પડયો. પ્રાણ ઊડી ગયા પછી શરીર થોડીક વાર અમળાય છે. માત્ર તેટલી જ હિલચાલ તેના શરીરમાં જણાતી હતી.
એન્જલરસે હવે પગ વડે તેની લાશને ધકેલતાં હુકમ કર્યો, ‘ આને નાનાં મારચાની બહાર
.
બહાર ફેંકી દો. ' ત્રણ માણસાએ લાશને ઊંચકીને ફેંકી દીધી.
સૌ ગુપચુપ એોલરસની સામે ઊભા રહ્યા.
66
66
‘નાગરિકો,” એન્જેલરસે સૌને સંબંાધતાં કહ્યું, આ માણસે જે કર્યું તે ભયંકર હતું; મેં જે કર્યું તે પણ ભયંકર છે. તેણે ખૂન કર્યું, તેથી મેં તેને મારી નાખ્યો છે. મને તેમ કરવાની ફરજ પડી છે; કારણ કે ક્રાંતિને પણ તેની શિસ્ત હોવી જોઈએ. હત્યા બીજે હોય તે કરતાં અહીં તે વધુ ગંભીર ગુના છે. કારણ કે આપણે ક્રાંતિદેવીના પૂજારીઓ છીએ; આપણે પવિત્ર ફરજ બજાવવા ભેગા થયા છીએ; અને આપણી લડતને કોઈ આંગળી ચીંધી શકે તેવાં દુષ્કૃત્ય આપણે હાથે હરગિજ ન થવાં જોઈએ. તેથી મેં આને આ સજા કરી છે. તે સજા કરવાનું મને ગમ્યું નથી, અને તેથી જ મે... મારી જાતને પણ જે સજા કરી છે, તે તમારી નજરે થોડા વખતમાં જોશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org