________________
રામ રાખે તેને– એક વાર હું દરવાજા બહાર નીકળે એટલે પછી ઘેર જઈને કાર્ડ લઈ આવજે, તું પાછો આવીશ ત્યારે તે દરવાન તારે માટે વગર પૈસે દરવાજો ઉઘાડશે. પછી હું નિરાંતે આ મરેલીને દાટી દેજે; દરમ્યાન હું તેને તારી પાછળ દોડી આવતી રોકી રાખીશ.”
“બુઢા, તે તો આજે મને જીવતદાન દીધું છે.” “તે, ભાગ એકદમ.” ફેશલએ કહ્યું,
ઘરખોદિયાએ ગળગળા થઈ શવેને હાથ સહેજ દબાવ્યો, અને પછી દોટ મૂકી.
તેનાં પગલાં સંભળાતાં બંધ થતાં જ ફેશલએ કબર ઉપર નીચા નમીને ધીમેથી બૂમ પાડી, “મેડલીન બાપુ!”
કશો જવાબ ન આવ્યો. ફોશલવેને ધ્રુજારી વછૂટી ગઈ. તે સીધો ઢગલો થઈને કબરમાં ગબડવો, અને કૉફિનના ઢાંકણા ઉપર માં રાખીને બોલ્યો:
અંદર છે કે નહિ?” કૉફિનમાં છેક જ શાંતિ હતી. ફેશલની છાતી જોરથી ધડકવા લાગી; તેનાથી શ્વાસ પણ લેવાતું નહોતું. તેણે વીંઝણું અને હથોડી કાઢીને કૉફિનનું ઢાંકણું ઉધાડી નાખ્યું. જીન વાલજીન ઝાંખા અંધારામાં મડદાની પેઠે નિષ્ટ સૂતેલો હતે. ફોશલ મૂછવશ જેવો થઈને ગણગણે, “પતી
ગયા!”
થોડી વાર બાદ કબ્રસ્તાનને દરવાજો બંધ થવાનો અવાજ દરથી આવતે સંભળા. હવે ફોશલ માથાના વાળ પીંખતો અને છાતી ફરતે જીન વાલજીન તરફ ફરીથી નાખ્યો. પણ તરત જ છળીને કબરને બીજે છેડે હટી ગયો : જીન વાલજીનની આંખો ઉઘાડી હતી અને તે ફેશલ તરફ ટગરટગર જોતો હતો.
મોત નજરે પડવું એ જો બિહામણું છે, તે મોતમાંથી ફરી બેઠું થયેલું માણસ જેવું એ તેથી પણ વધુ બિહામણું છે; કારણ કે તે પ્રેત છે. ફોથલવે ફીકો પડી જઈ પથરા જેવો સડક થઈ ગયો; અને જીન વાલજીન તરફ જોવા લાગ્યો.
“મને જાણે ઊંઘ આવી ગઈ હતી,” જીન વાલજીને ધીમેથી બે , અને તરત બેઠો થઈ ગયો. ફેશવ હવે ઘૂંટણિયે પડયો અને બોલ્યો –
ભલા ભગવાન! તમે મને કે બિવરાવી માર્યો !” જીન વાવજીનને મૂછ આવી ગઈ હતી, અને તાજી હવા મળતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org