________________
૨૯૮
લે મિરાલ્ડ બગીચામાં સળિયાવાળા દરવાજાના રસ્તામાં એક પથ્થરની બેઠક હતી. તેની પાછળ વાડ જેવું કરેલું હતું જેથી તે બેઠક ઉપર બેઠેલા ઉપર શેરીમાંથી જનાર આવનારની નજર ન પહોંચે. જોકે કોશિશ કરે તો તેને હાથ ત્યાં પહોંચે ખરો. એક સાંજે એ જ એપ્રિલ મહિનામાં જીન વાલજીન બહાર ફરવા ગયો હતો અને કસેટ સૂર્યાસ્ત પછી તે બેઠક ઉપર બેઠી હતી. અચાનક સંધ્યાના ઓળાની પેઠે કાંઈક માનસિક ખિન્નતાના ઓળા તેના મન ઉપર ઊતરી આવ્યા. વિચારમાં ને વિચારમાં તે ઊડી અને ઘાસ ઉપર આમતેમ ફરવા લાગી. ઘાસ ઝાકળથી ભીનું થયેલું હતું. તેને લાગ્યું કે, આવામાં જોડા પહેરીને જ ફરવું ઠીક કહેવાય, નહિ તો શરદી લાગી જાય. એટલે તે પાછી પેલી બેઠક તરફ આવી.
જેવી તે બેસવા ગઈ, તેવો જ એ બેઠક ઉપર કંઈક મોટે એવો પથ્થરને ટુકડો પડેલે તેણે જોયો. જ્યારે તે ત્યાંથી ઊઠી હતી, ત્યારે તે ત્યાં ન હતે એની તેને ખાતરી હતી. કોસેટને વિચાર આવ્યો કે દરવાજાના સળિયામાંથી હાથ નાખીને કોઈએ પથ્થર ત્યાં મૂક્યો છે. તે તરત જ પાછી ઘરમાં નાઠી. પાછળ નજર કરવાની પણ તેની હિંમત ન રહી,
ઘરમાં જઈ તેણે ટુ ડેસીને પૂછયું કે, બાપુ ઘેર પાછા આવ્યા છે કે નહિ એ ના પાડી. એટલે કૉસેટે ટુ ડોસીને કહ્યું કે, રાતે સૂતા પહેલાં બધાં બારીબારણ બરાબર બંધ થયાં છે કે નહિ તેની ખાતરી કરી લેવી.
ટુ ડેસી રૉજ બારીબારણાં બરાબર બંધ કરતી જ હતી. એટલે તેણે તે બારણાં બંધ ન થયાં હોય તો કંઈ રાતે અંદર ઘૂસે, એકલી સ્ત્રીઓને જોઈ તેમનું ગળું દાબી તેમને ચૂપ રહેવાનું કહી બધા પૈસા અને ચાવીઓ આપી દેવાનું કહે, અને આપણી પાસે ન હોય તે ઝટ ડોકું કાપી નાખે. ઇવ બિહામણાં ચિત્રો દોરવા માંડયાં.
કૉલેટ એ વર્ણનથી એટલી બધી છળી ગઈ કે, તે એ અંધારામાં ટુ ડોસીને દરવાજા પાસેની બેઠક ઉપર પથ્થરને ટુકડો જોવા જવાનું કહી શકી જ નહિ. આખી રાત તેને એ પથ્થરનાં જ સ્વપ્ન આવ્યાં, એ પથ્થર સ્વપ્નમાં મોટો પહાડ જેવો બની રહ્યો, અને તેમાં બિહામણી ગુફાઓ હતી.
બીજે દિવસે સવારમાં, સૂર્યોદય થતાં, રાતના બધા ઓળા દૂર થઈ ગયા અને તેમનાથી ડરવા બદલ હસવાની સ્થિતિ આવી, ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે, મને પેલા ગોળ ટપાવાળા માણસનો જેમ આભાસ થયો હતો, તેમજ પેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org