________________
લે મિઝેરાગ્લ અચાનક મરચાનાં પગથિયાં પર ઊભો ઊભો તે બોલી ઊઠયો, નાગરિકે, આપણે જે ભવિષ્ય માટે અત્યારે બલિદાન આપી રહ્યા છીએ, તે ભવિષ્યની તમને કલ્પના આવે છે? શહેરોની શેરીઓ પ્રકાશથી ઝળાંઝળાં થાય, ઘરોનાં આંગણાં ફૂલભરેલી લીલી ડાળીઓથી ઝઝુમી રહે, પ્રજાએ એકબીજીની બહેન બને, માણસે ન્યાયી બને, ઘરડેરાં બાળકોને આશિષના ભારથી જ દબાવતાં હોય, ભૂતકાળ વર્તમાનને ચાહતે હેય, વિચારકે પૂર્ણ સ્વાતંત્ર્ય ભગવતા હોય, શ્રદ્ધાળુઓ સમભાવવાળા હોય, ઈકવર પોતે જ આપણે ધર્મગુરુ હોય, માનવ અંતરાત્મા એ જ વેદી હાય! કયાંય વેર નહિ, ધિક્કાર નહિ, કામકાજની જ બિરાદી! બધે જાહેરાત એ જ સારા-ખોટા કાર્યનાં ઈનામ કે સજા હોય. બધાને માટે રોજી, બધાને માટે કાયદો, અને સૌની ઉપર શાંતિ. કયાંય કાપાકાપી નહિ, ક્યાંય લડાઈ નહિ, બધી માતાઓ સુખી !
નાગરિકો, આપણે લોકોની એકતા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ; માણસજાતની એકતા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તડ નહિ, વગે નહિ, ચુસણિયા શેષકો નહિ. ટોચ સ્વતંત્રતાની અને તળેટી સમાનતાની! પણ એ સમાનતા એટલે ઘાસ મોટું થાય અને ઝાડ ઠીંગરાઈને નાનું રહે એ જતની નહિ ! કે અંદરઅંદરની અદેખાઈ એકબીજીને નિર્વીર્ય બનાવે એવી નહિ. એ સમાનતા એટલે બધી વિશેષતાઓને સમાનપણે પાંગરવાની સ્વતંત્રતા આપતી એકતા! બધા મતે સરખા, બધા ધર્મો – પંથે સરખા. એ સમાનતાનું દ્વાર ફરજિયાત સાર્વત્રિક કેળવણી ! સમાન શાળાઓમાંથી જ સમાન સમાજ નીપજે; હા, હા, કેળવણી – પ્રકાશ – બધું પ્રકાશમાંથી જ નીપજે; અને પ્રકાશમાં જ પાછું પણ ફરે! ઓગણીસમું સૈકું ભવ્ય છે, પણ વીસમું સૈકું સુખી હશે; માણસને કોઈના હુમલાની– કોઈ આક્રમણની બીક નહિ રહે. મિત્રો, અત્યારે આપણે જીવીએ છીએ એ ઘડી કારમી છે; પણ ભાવિ માટે એવી આકરી કિંમત ચૂકવવી જ પડે છે. કાંતિ એ તેનું જકાતનું નાકું છે. “હે માનવજાત! તારો ઉદ્ધાર થાઓ, તારી ઉન્નતિ થાઓ!' આપણે મરચા ઉપરથી એ પોકાર આદરવાનો છે. બલિદાનની ટોચ ઉપરથી પ્રેમને પોકાર ન ઊઠે, તો બીજે કયાંથી ઊઠવાને હતો? ભાઈઓ, આ મોરચે બે ઢગલાઓનો બનેલો છે : એક વિચારોને અને બીજો દુઃખ-શોકવેદનાને. યાતના અહીં આદર્શને ભેટે છે અને કહે છે : હું તારી સાથે ગુજરીશ, જેથી તું મારી સાથે પ્રગટે! ભાઈઓ, અહીંયાં જેઓ મૃત્યુ પામશે, તેઓ ભવિષ્યના ઝળહળતા પ્રકાશની આભામાં પઢશે; આપણી કબર ઉષાની અરુણિમાથી અંકિત થયેલી છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org