________________
હુમલા શરૂ થાય છે
814
જીન વાલજીન હમણાં જ મારચામાં દાખલ થયા હતા. તેણે નેશનલ ગાર્ડના ગણવેશ પહેરેલા હોવાથી તેને કાંય રોકવામાં આવ્યા નહોતા; તેથી તે સીધા જ અહીં આવી પહોંચ્યા હતા. નાકા ઉપરના બળવાખાર ચાકીદારે એક જ સૈનિકને અંદર જવા દેવામાં કશા વાંધા ન લીધા : “ કાં તો તે છૂપા ગણવેશમાં મોરચાના જ માણસ હશે; અથવા તો ખરેખર સૈનિક હશે તો કેદ પકડાશે અને એનાં હથિયાર મેરચાવાળાઓને કામ આવશે !”
આખા મેરચામાં સન્નાટો છવાઈ ગયો. લેઈંગલે પૂછ્યું, “ આ માણસ કોણ છે? ”
કોમ્બીફેરે જવાબ આપ્યો, “એ માણસ બીજા એક ણનું જીવન બચાવનાર સજ્જન છે.”
મેરિયસે તરત જાહેર કર્યું, “હું એમને ઓળખું છું.”
બસ, મેરિયસનું ઓળખાણ સૌને માટે પૂરતું થયું. એન્જેલરસે જીન વાલજીન તરફ ફરીને કહ્યું, “ નાગરિક, ભલે પધાર્યા!” પણ પછી તરત જ ઉમેર્યું, “ તમે જાણા છે કે અમે મરવા નીકળ્યા છીએ!”
જીન વાલજીને જવાબ આપ્યા વિના પેાતાના ગણવેશ પેલા પાંચમાં માણસને પહેરાવવા માંડયો.
ze
હુમલા શરૂ થાય છે
૧
જેમ જેમ મરણની ઘડી નજીક આવતી ગઈ, તેમ તેમ એન્જોલરસને અંતરાત્મા ઊઘડવા લાગ્યા. તેના મોં ઉપર ભવિષ્યવેત્તાની અને પેગંબરની આભા છવાઈ રહી. તેનું મે ં અલબત્ત ખિન્ન હતું; પણ તે ખિન્નતા ગંભીર ઊંડાણની હતી : કોઈ મહાન ઘટનાનું પાતે નિમિત્ત બની રહ્યો છે એ માટેની પૂરેપૂરી જવાબદારીના ભાનની હતી.
તે ધીમે ધીમે ફ્રેંચ લોકસત્તાક રાજ્યના જ સંકુચિત ખ્યાલામાંથી નીકળી વિરાટ માનવ લોકસત્તાક રાજ્યના ખ્યાલ તરફ વળી રહ્યો હતા. અલબત્ત, એ તરફ જવા માટેનો માર્ગ આવી અનેક લેાહિયાળ ક્રાંતિઓથી જ અંકિત થયેલા તે જોતા હતા - - બીજા કશાથી નહિ,
--
લે૦ – ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org