________________
લે મિઝેરાહ
જીન વાલજીને પણ તેને જોરથી પેાતાની છાતી સાથે દબાવી. જાણે તે તેને પાછી લઈ લેતા હોય.
64
બાપુ, તમે કેવા ભલા છે !” કૉસેટ તેની છાતીમાં રૂધાતી રૂંધાતી
૪૫ર
બાલી.
તરત જ જીન વાલજીને તેને છેડી દીધી અને પેાતાના ટોપા માથે
મૂકયો.
66 બસ, ચાલ્યા?”
66
હા બાનુ, હું તમારી રજા લઉં છું. તેએ તમારી રાહ જોતા હશે. '' અને પછી બારણા પાસેથી તેણે ઉમેર્યું, “મેં તમને કૉસેટ કહીને સંબેાધ્યાં. તમારા પતિને કહેશેા કે હવે તે ભૂલ ફરીથી નહિ થાય, મને માફ કરશે.” જીન વાલજીન વિદાય થયા. કૉસેટ ત્યાં ને ત્યાં પથ્થરના પૂતળાની પેઠે સ્થિર થઈને ઊભી રહી. આ બધું તેની સમજશક્તિની મર્યાદા બહારનું
હતું.
૧૦૭
પીછે કદમ !
બીજે દિવસે એ જ કલાકે જીન વાલજીન આવ્યા.
કૉસેટે આજે કશા પ્રશ્નો ન પૂછયા કે તેને કશું ખાસ નવાઈભરેલું પણ ન લાગ્યું. તેણે આગળ પડીને તેને ‘બાપુજી' કે ‘જીન મહાશય’ કહીને ન સંબાધ્યા, તેમ જ તેને પણ પાતાને ‘બાનુ' કહીને સંબોધવા દીધા. માત્ર તેના વ્યવહારમાં આનંદોલ્લાસની થેાડી ઊણપ દેખાતી હતી. જો તે કદી શેાકગ્રસ્ત થઈ શકતી હોય, તેા આવી દેખાય !
પરંતુ નવાઢાને પોતાના પ્રિયતમ સાથે હર્ષોલ્લાસે ઝૂલવા જતાં પ્રિયતમની બધી વાતે સ્વીકારી લેવી પડે છે. એ ઉલ્લાસ જ એવા છે કે, જેમાં એક હૃદય બીજાને અનુકૂળ થવા જ ઇચ્છતું હોય છે, અને તેમાં જરા પણ ઊણપ આવે એ સહન કરી શકતું નથી.
અર્થાત્ મેરિયસે પોતાની પ્રિયતમાને કંઈક ને કંઈક કહ્યું હતું. તેમાં કશો ખુલાસો કે દલીલ હોય કે નહિ; પણ પ્રિયતમાને મન તો તેણે કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org