________________
૧
ભેચળને ઓરડે પણ તમારી લાડકી કોસેટને દુ:ખ થાય એવું તમારે કશું જ ના કરવું જોઈએ. બોલો,ડાહ્યા થશો ને?” એમ કહીને કૉસેટે જીન વાલજીનના બંને હાથ જોરથી પકડી પોતાને ખભે લીધા.
પણ જીન વાલજીને જરા જોરથી પિતાના હાથ છોડાવી નાખ્યા. “તમારે હવે પિતાની જરૂર નથી, તમને પતિ મળી ગયા છે.”
મારે બાપની જરૂર નથી! આવી ગાંડી વાતનો જવાબ શો હોઈ શકે તે હું જાણતી નથી. ગઈ કાલથી માંડીને તમે બધાએ મને ગાંડી બનાવી મૂકવા ધાર્યું છે. દરેક જણ મારી કશી વાત માનતું નથી. બધા મારી સામે થઈ ગયા છે. મેં મારે હાથે કમરો સજાવીને તૈયાર કર્યો, તો અંદર રહેવા આવનાર ભાડવાત છેલ્લી ચડીએ ના પાડીને ઊભો રહે છે. હું સરસ જમણ તૈયાર કરાવું છે, તો જમવા આવનારા કહીને ઊભા રહે છે, “બાન, અમારે તમારો જમણવાર નથી જોઈતો,’ અને મારા બાપુ ફેશલને હું બાપુ કહીને બોલાવવા જાઉં છું, તો તે કહે છે કે, “મારું નામ તમને આવડતું નથી, બાન ! મારું નામ જીન મહાશય છે.’ અને ઉપરથી આ એરડીમાં પુરાવાની મને સજા થાય છે, જ્યાં ખાલી ગંદા શીશાએ ફૂલદાનીઓ તરીકે છે, જ્યાં કરોળિયાનાં જાળાં તોરણ તરીકે લટકે છે અને જે ઓરડીની ભાતોને પણ જાણે હજામત કરાવ્યા વિનાની દાઢી ઊગી છે. અને તમે રૂ દ લ હોમ આર્મના ઘલકામાં જ પડી રહેવાના છે એટલે મારી ઉપર તમારે શાનું વેર લેવું છે, એ તે કહેશે?”
પછી અચાનક જીન વાલજીન તરફ ગંભીર મેં કરી તીણી નજરે જોઈ તેણે ઉમેર્યું, “હું સુખી થાઉં, એ જ તમને ગમતું નથી, એમ જ ને?”
પણ આ સહેજ ઉશ્કેરાઈને પુછાઈ ગયેલો પ્રશ્ન જીન વાલજીન માટે અસહ્ય થઈ ગયો. કૉસેટ માત્ર ઉઝરડો જ કરવા માગતી હતી, પણ તેનાથી થઈ ગયો મોટો ચીરો !
જીન વાલજીનનું મો એકદમ ફીકું પડી ગયું. એક ક્ષણ તે ચૂપ રહ્યો. પછી પોતાની જાત પ્રત્યે બેલતે હેય તેમ ધીમેથી ગણગણ્યો –
એનું સુખ એ જ મારા જીવનની એકમાત્ર આકાંક્ષા હતી. હવે ઈશ્વર મને બોલાવી લે તે સારું. કૉસેટ, તું સુખી થઈ; હવે મારું કામ પૂરું થાય છે – મારા દહાડા ભરાઈ ચુક્યા છે.”
“તમે મને કૉસેટ કહીને બોલાવી!” એટલું કહેતાંમાં તો તે જીન વાલજીનના ગળા ઉપર લપકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org