________________
પી છે કદમ !
૫૩ કહ્યું એનો જ ઉમળકો હોય ! પ્રેમીઓ વળી પોતાના પ્રેમની મર્યાદામાંથી બહાર કશા માટે કશી ઇંતેજારી શા માટે દાખવે ?
એટલે જીન વાલજીન આવતે, બેસતે, વાત કરતો અને જાતે રહેતે. જ્યારે તેને કંઈ વધારે વખત વાતે ચાલવા દેવી હોય, ત્યારે તે મેરિયસના સારાપણાની વાત કાઢે; પછી તે વાત કદી ટૂંકી થાય નહિ કે તેનો અભાવ આવે નહિ. કેટલીય વાર હજૂરિયો આવીને યાદ દેવડાવે કે ભજનને વખત થઈ ગયો છે, અને બધાં ભજન-ખંડમાં રાહ જોતાં બેઠાં છે!
એક વખત મેરિયસે જાણી જોઈને જ જીન વાલજીનને આવવાને વખતે જ કૉસેટને કહ્યું, “રૂ લુમેટના બગીચામાં જ્યાં આપણે છૂપી રીતે મળતાં હતાં, ત્યાં જઈ આવીએ તો કેમ?”
કૉસેટ તો રાજીના રેડ થઈ ગઈ. બે ચકલીઓ વસંત તરફ ઊડી જાય તેમ તે બંને ત્યાં ઊડ્યાં. એ ઘર લાંબા પટાથી લીધું હોવાથી, હજુ કોટન કબજામાં જ હતું.
રોજને સમયે જીન વાલજીન મેરિયસને ઘેર આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેઓ બહાર કયાંક ફરવા ગયાં છે. તે કલાક બેઠો, પણ કૉસેટ પાછી ફરી નહિ. તે માથું નીચું કરી ચાલતો થયો.
બીજે દિવસે કૉસેટને આ રૂ પ્લમેટની વાતો જ એટલી બધી કરવાની હતી કે, ગઈ કાલે જીન વાલજીનને મળાયું ન હતું તેની વાત જ તેને યાદ ન આવી!
“તમે લોકો ત્યાં કેવી રીતે ગયાં હતાં?” જીન વાલજીને પૂછ્યું.
ચાલતાં, વળી.” “અને પાછાં કેવી રીતે ફર્યા?”
ભાડાની ઘોડાગાડીમાં.”
થોડાક વખતથી જીન વાલજીનને લાગતું હતું ખરું કે, મેરિયસ બહુ વધારે પડતી કરકસરથી પિતાનું ઘર ચલાવે છે. તેણે પૂછયું, “તમે લોકો એક સારી ગાડી કેમ વસાવતાં નથી?”
“મને ખબર નથી.” કૉસેટે જવાબ આપ્યો.
“પણ તમે લોકો ખાસાં પૈસાદાર છો; એવું થોડું ખર્ચ કરે તે કેટલી બધી સગવડ રહે? ટુ ડોસીને તમારા ઘરની નોકરડી નિકલેટ સાથે ન બન્યું એટલે એ જતી રહી. પણ પછી તમે તમારી તહેનાત-બાન તરીકે બીજી કોઈ બાઈ નથી રાખી, એ પણ કેવું? પૈસા હોય તે પછી સામાન્ય કેટલીક સગવડોને લાભ લો, એમાં શું ખોટું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org