________________
માણસ ધારે કઈઅને પછી સૌ વિદાય થયા. પેલા ઘરદુએ હવે પાવડે ઊંચે કર્યો અને માટીના ઢગલામાં જોરથી ખૂપાવીને માટી સરકાવી. ફેશલએ હવે છેવટને મહાન નિર્ણય કરી લીધો, અને કબર તથા ઘોરખેદુની વચ્ચે આવીને તે બોલી ઊઠયો –
“પૈસા હું ચૂકવીશ.” ઘેરાદુ નવાઈ પામી તેની સામે જોઈ રહ્યો અને બે, “શું છે,
બકા?”
દારૂના પૈસા હું ચુકવીશ.”
હવે છાને મર, કામ કરવા દે.” એમ કહીને ઘેરખોએ બીએ પાવડો ભરીને માટી સરકાવી. એ બીજા પાવડાની માટીના અવાજે ફેશોના પગ ધ્રૂજી ગયા અને તે અંદર પડતાં પડતાં રહી ગયો. તેણે મોતની ચીસ જેવા અવાજે કહ્યું, “ભાઈ, વીશી બંધ થાય ત્યાર પહેલાં ચાલ; પૈસા હું આપીશ.” પરંતુ સાથે સાથે શિલવેને મનમાં ખાતરી થવા લાગી હતી કે, એ દારૂ પીવા આવશે તે પણ ભાન ભૂલે એટલો હરગિજ પીવાનો નથી.
પેલાએ જવાબ આપ્યો, “ડોસા, તું આટલો આગ્રહ કરે છે, તે હું આવીશ; પણ કામ પૂરું કર્યા પછી, પહેલાં નહિ.” એમ કહી તેણે ત્રીજો પાવડો ભર્યો.
ફેશલએ તેના હાથ પકડી લઈને કહ્યું, “અરે યાર, ખરે આરટી દારૂ મળે છે.”
“અલ્યા, તું તો દાંટની પેઠે એક ને એક વાત રણકયા કરે છે. જા, નું તારી મેળે જઈને પી આવ.”
ફોશલ હવે એવી સ્થિતિએ આવી પહોંચ્યો હતો કે જયાં પતે શું બોલે છે તેનું ભાન માણસને રહેતું નથી.
“પણ તું ચાલ; કારણ કે પૈસા હું આપવાને છું.”
આ માતાને પોઢાડી દઈએ ત્યાર પછી; કારણ કે આજ ઠંડી વધારે છે, અને પૂરતું ઓઢાડયા વિના આપણે ચાલ્યા જઈએ, તે તે આપણી પાછળ દોડતાં આવે!”
આમ કહી તેણે ત્રીજો પાવડો સરકાવ્યો. તેથી કોફિનનું એક વધુ કાણું બંધ થતાં, અત્યાર સુધી હોશમાં રહેલ જીન વાલજીને અંદર બેહોશ બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org