________________
લેમિઝરાય મૅસ્ટ્રીન બાપુ ગયા. તે મારા દિલોજાન દોસ્ત હતા; પણ તુંય મારે દોસ્ત જ છેને! ચાલ, આપણી દોસ્તી આજથી જ લાલ પાણી વડે પાકી કરી લઈએ!”
પેલાએ જવાબ આપ્યો, “બુટ્ટા, હું તો ભણેલો છું; હું દારૂ પીને
નથી.”
કૉફિન-ગાડી આગળ વધવા લાગી હતી. ફેશલ હવે એક જ ખોડંગવા લાગી ગયો. ધીમેથી ચાલતાં તેણે ગ્રીબિયરને પગથી માથા સુધી નીરખી લીધો અને પછી બૂમ પાડીને કહ્યું, “દોસ્ત, હું મઠને ઘેરદુ છું.”
“મારો સાથીદાર,” પેલાએ જવાબ આપ્યો. : “તે, મૅસ્ટ્રીન બાપુ ગુજરી ગયા?”.
“પૂરેપૂરા” પેલાએ જવાબ આપ્યો. “ભગવાને પોતાનો ચોપડે ઉઘાડયો અને મેસ્ટ્રીને હેરાનું ખાનું પહેલું જોયું, એટલે તરત ફાડી નાખ્યું.”
“પણ, આપણે દોસ્તી કરવાની છે કે નહિ?” “દોસ્તી થઈ ગઈ ! તું છે ગામડા ગામને અને હું છું તળ પૅરિસને.”
પણ જયાં સુધી સાથે બેસીને પીએ નહિ, ત્યાં સુધી એકબીજાની ઓળખાણ થઈ જ ન કહેવાય. માણસ પ્યાલો ખાલી કરે, ત્યારે જ દિલ પણ ખાલી થાય. તારે મારી સાથે આવવું જ પડશે; આ માગણી પાછી ઠેલાય જ નહિ.” : “પહેલું કામ, પછી બીજી વાત.”
ફેશલ સમજી ગયો કે, હવે આવી બન્યું. સાધ્વીઓના ખૂણામાં પહોંચવાને હવે થોડાં ડગલાં જ બાકી રહ્યાં હતાં. પેલા ઘોરખદુએ ઉમેર્યું –
ડોસા, મારે સાત છોકરાં ખવરાવવાનાં છે; તેમની ભૂખ જ મારી દારૂની તરસને સૂકવી નાખે છે.”
ફેશલોંએ પોતાની ઝડપ ઘટાડી હતી; પણ તેથી કૉફિન-ગાડીની ઝડપ શી રીતે ઘટે? ફેશન પેલા ઘેરાદુની નજીક જઈને બોલ્યો - * “એવો સરસ દારૂ સામેની વીશીમાં મળે છે!”
અહીં એક વાત કહી દેવી જરૂરી છે. અત્યાર સુધી દારૂ પીવાની દરખાસ્ત ફેશલ એ કરી હતી, પણ પૈસા કોણ ચૂકવે એ તેણે જણાવ્યું ન હતું. હંમેશાં દારૂ પીવાની વાત ફોશલ જ ઉપાડતે, પણ પૈસા તો બુઢ્ઢો મૅસ્ટ્રીન જ ચૂકવતે.
ખોદેલી કબરના ઢગલા પાસે જઈને હવે ગાડી ઊભી રહી. ફેશલના કપાળેથી પરસેવાનાં ટીપાં સર્યે જતાં હતાં. કોફિનની પેટીને દોરડું બાંધી અંદર ઘોરમાં ઉતારવામાં આવી, પાદરીએ પ્રાર્થનાના છેલ્લા બોલ ઉચ્ચાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org