________________
૨૪૮
લે મિઝરાન્ડ - “મારે એક ચિત્ર વેચવાનું છે તેની વાત, સાહેબ.”
એટલામાં બારણા પાસે થોડે અવાજ થયો અને એક બીજો માણસ દાખલ થઈ પથારી ઉપર જોવ્ટ-બાનુની પાછળ બેઠો. તેનું મોં પણ શાહી કે મેશથી ખરડેલું હતું. મોં. લેબ્લાક તેના સામું જોઈ રહ્યા.
એ લોકોને કશો વિચાર ન કરતા, સાહેબ. તેઓ આ મકાનમાં રહેનારા પ્રમાણિક ભાડવાતો છે. હું આપને કહેતે હતું કે, મારે એક કીમતી ચિત્ર વેચવાનું છે. જુઓ સાહેબ, આ રહ્યું.”
એમ કહી તેણે ભીંત પાસે જઈ ત્યાં ટિંગાડેલું પાટિયું એક બાજુથી જરા ઊંચું કર્યું. તેમાં ચિત્ર જેવું કંઈક હતું ખરું. મેરિયસને બાકામાંથી એમાંનું કશું દેખાયું નહિ.
એ શું છે?” મોં. લેબ્લાજે પૂછયું.
જોન્વટે બૂમ પાડીને કહ્યું, “એક ચિત્ર, સાહેબ! એક મહાન કળાકારે દરેલું ચિત્ર. એ ચિત્ર મને પ્રાણથી –અરે મારી દીકરીઓથી પણ – વધુ વહાલું છે. પરંતુ સાહેબ, હું જે બેલ્યો તે બોલ્યો – હું તેને વેચી નાખવા તૈયાર છું.”
કદાચ અકસ્માત જ, કે પછી મનમાં કંઈક વહેમ ઊભો થયો હોવાને કારણે ચિત્રા જોતાં જોતાં મેં. લેબ્લાન્ક પીઠ પાછળ જોયું, તે હવે ત્યાં ચાર માણસ થયા હતા : ત્રણ પથારી ઉપર બેઠા હતા અને એક જણ બારણાના એકઠા પાસે ઊભો હતો. ચારેનાં મોં કાળાં રંગેલાં હતાં. કોઈના પણ પગમાં જોડા ન હતા.
જન્ડેટ જોયું કે માં. લેબ્લાન્કની નજર એ માણસો ઉપર જ ચેટી રહી છે. તેણે કહ્યું, “તે મિત્રો છે, અને નજીકમાં જ રહે છે. તેઓને કોલસામાં કામ કરવાનું હોય છે એટલે તેઓ કાળા છે. તેમના વિચાર છોડી, આપ મારું આ ચિત્ર ખરીદવાની વાત જ મન ઉપર લાવ. મારા દુ:ખ ઉપર દયા લાવવા હું આપને કરગરીને આજીજી કરું છું. હું આપની પાસેથી બહુ કિંમત નહિ માગું. આપ એની શી કિંમત આંકો છો?
પરંતુ,” મેં. લેબ્લાન્કે જોવ્ટના મુખ તરફ તાકીને જોતાં જોતાં કહ્યું, “આ તે કઈ વીશીનું પાટિયું છે; કલાકૃતિ નથી. તેની કિંમત ત્રણેક ફ્રાંક ગણાય.”
જોટે શાંતિથી કહ્યું, “આપની પાસે આપનું પાકીટ છે? મને હજાર ક્રાઉન આપશે તો ચાલશે.”
મેં. લેવાજે હવે એકદમ ઊભા થઈ જઈ, આ બધી પરિસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org