________________
છન ટકે રે
૨૪૦ મોર લેબ્લાન્ક હવે એક ખુરશી પર બેસી ગયા હતા. જોન્વોટ તેમની સામે બીજી ખુરસી ઉપર બેઠે. મ. લેબ્લાન્ક ખાલી પથારીઓ તરફ નજર કરીને પૂછયું :
પેલી નાનીને વાગ્યું હતું, તેને કેમ છે? '
બહુ ખરાબ સ્થિતિ છે, મારા મહેરબાન. તેની મોટી બહેન તેને પાટો બંધાવવા લઈ ગઈ છે.”
“ફેબો-બાનુને અત્યારે કઈક ઠીક હોય એમ લાગે છે,” માં વેબ્લાન્ક જોર્જેટ-બાનું સામે નજર કરીને કહ્યું.
તે તે મરી રહી છે, પરંતુ, સાહેબ તમે જુઓ છેને, તેનામાં હિંમત ઘણી છે. એ જાણે સ્ત્રી જ નથી, બળદિયે છે.”
પેલી સ્ત્રી પોતાને મળેલી આ શાબાશીથી ઘૂરકતી બોલી ઊઠી: “ તમે હંમેશાં મારાં વખાણ બહુ કરે છે, મોર જેન્ટ.”
જોન્વોટ?મેં. લેબ્લાક બોલી ઊઠયા. “હું તે માનતો હતો કે તમારું નામ ફેબને છે?”
ફેબો અથવા જોખ્યુટ !” પતિએ જરા ઉતાવળે જવાબ આપ્યો.
પછી પોતાના અડધિયા તરફ જરા ખભે મચકોને તેણે આગળ ચલાવ્યું:
“અહા, અમે બંનેએ કેટલા લાંબા વખતથી સાથે ગાડું ગબડાવ્યું છે! અમે બહુ કમનસીબ છીએ, મેશ્યોર! અમારી પાસે હાથ છે, પણ રોજગાર નથી ! અમારી પાસે હિંમત છે, પણ કામ નથી! અમારા સુખ-સમૃદ્ધિના દિવસોમાંથી કશું બાકી રહ્યું નથી. બધું વેચી ખાધું, સાહેબ! સોનુંરૂપું – લોઢું – લાકડું બધું જ! હવે ભીંત ઉપરનું આ એક ચિત્ર બાકી રહ્યું છે. પણ તેય મારે હવે વેચી ખાવું પડશે, સાહેબ કહે છેને કે બધું “પેટાય નમ: '!”
જોટ આમ વાતો કરતે હો તેવામાં મેરિયસે આંખ ઊંચી કરીને જોયું તે એક માણસ ગુપચુપ બારણું ઉઘાડીને અંદર દાખલ થયો અને જોન્ટેટ-બાનુ પાછળની પથારી ઉપર આવીને બેઠે. તેને પહેરવેશ વિચિત્ર હતો અને તેના આખા મોં ઉપર કાળો રંગ લગાવેલ હતે.
આ માણસ કોણ છે?” બ્લાન્કે તરત નવાઈ પામીને પૂછયું.
એ માણસ?” જેન્ડેટે કહ્યું. “ હા, એ તે પડોશી છે. તેના તરફ લક્ષ આપવાની જરૂર નથી.”
માફ કરજે; પણ તમે મને શાની વાત કહેતા હતા?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org