________________
૪૩૨
લે મિરાલ્ડ ઉપરાંત કૉસેટ પોતાના જીવનની આસપાસ કોયડાઓ જ વીંટળાયેલા જોવાને ટેવાઈ ગઈ હતી. જેનું બચપણ જ ગૂઢતામાં વીંટળાયેલું છે, તેને અમુક બાબોની પંચાત છોડયે જ છૂટકો.
છતાં તેણે જીન વાલજીનને ‘બાપુ’ કહેવાનું ચાલુ જ રાખ્યું.
લગ્ન પછી મેરિયસ અને કૉસેટ જીલેનેમન્ડ દાદાને ઘેર જ રહેશે એમ નક્કી કરવામાં આવ્યું. દાદાએ આખા ઘરમાં “સારામાં સારી” એવી પોતાની ઓરડી જ તેમને કાઢી આપવાનો આગ્રહ કર્યો, “મારી એ ઘરડી ઓરડીમાં જુવાનિયાં રહે છે તેથી મારી જુવાની મને પાછી મળશે, એવી મને ઘણા વખત પહેલેથી ખાતરી થયેલી છે.” એમ તેમણે જાહેર કર્યું અને એ સિદ્ધાંતને અમલમાં મૂકવા તેમણે એ ઓરડીને મન મૂકીને સજાવવા માંડી.
દાદા જીલેનોર્મન્ડની લાઇબ્રેરીના ઓરડાને મેરિયસની વકીલાતની ઑફિસ બનાવવાનું નક્કી થયું.
બંને પ્રેમી ઓ રોજ મળતાં. અલબત્ત, કૉસેટ જ મોં. ફોશલ સાથે મેરિયસને ત્યાં આવતી.
મેરિયસ મે. ફોશલવંને રોજ આવતા જ, પણ બંને વચ્ચે કશી વાતચીત ન થતી. બંને જણ જાણે વાતચીત ટાળવાને જ પ્રયત્ન કરતા.
મેરિયસને ઊંડે ઊંડે એમ લાગ્યા કરતું કે, આ ડોસા જેવા માણસને જ તેણે બીજે કયાંક પણ જોય છે. પણ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાતી આ ચાર મહિનાની રોગશવ્યાએ ઘણી વાતો તેના મગજમાં ભૂંસી નાખી હતી કે ઝાંખી કરી નાખી હતી. કોઈ કોઈ વાર તેને સ્પષ્ટ દેખાતું કે જાણે મોરચામાં જ આવા કોઈ માણસને તેણે ચોક્કસ જોયો હતો.
અને એ મોરચાની યાદ તેને માત્ર આવા ડોસાની જ યાદ કરાવીને થોભતી નહિ. સુખના દિવસ ગમે તેવા હોય, છતાં તે ભૂતકાળને છેક જ ભુલાવી દઈ શકતા નથી. મરચાનાં કેટલાંય દૃશ્યો ઝપાઝપ તેની નજર સમક્ષ ઊભરાવા લાગતાં : મેબેફ ડોસાનું પડવું, ગોળીઓના વરસાદમાં ગેવોચનું ગાન, એપનીનના ઠંડા કપાળનો સ્પર્શ, એજોલરસ, કોર્ફોરાક, જીન પૂવેર, કોમ્બીકેર એ બધા ઓળા તેની સમક્ષ એકદમ ઊભા થતા અને લુપ્ત થઈ જતા. એ બધું શું સાચું હતું? તો એ બધું કયાં ગયું? એ બધા મિત્રો મરી ગયા છે?
અને પોતે પણ શું પહેલાંને સાચો મેરિયસ છે? પેલે ગરીબ, પેલો કૉસેટના પ્રેમમાં ઝૂર, પેલો હતાશ, પેલે દુ:ખી મેરિયસ? જાણે મૃત્યુના પડદા પાછળ જઈ આવીને તે બધું પાછળ જ મૂકી આવ્યો છે! અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org