________________
૩૫૬
લે મિરાન્ડ બીક જેવું લાગ્યું હતું, તે હવે દૂર થઈ ગયું હતું. રૂ લુમેટમાંથી સહીસલામત રીતે ખસી શકાયું, એટલાથી તેને આત્મવિશ્વાસ પાછો આવી ગયો. અને કાંસ છોડી ઇંગ્લેંડ ચાલ્યા જવું પડે તોપણ, કૉલેટ પિતાની નજર સમક્ષ હેય, તે પછી તેને તે બધું સરખું જ હતું!
' આવા વિચારોમાં તે જરા હસતે મોંએ બારણાથી બારી સુધી ટહેલતા હતા, તેવામાં તેની નજર અચાનક ટેબલ ઉપરના અરીસા ઉપર પડી. તેમાં નીચેની લીટી શેખી વંચાતી હતી :
“મારા પરમ પ્રિય, દુઃખની વાત છે કે મારા પિતા તરત જ ઊપી જવા માગે છે. અમે આજ રાતે રૂ દ લ હમ આર્મ નં. ૭ માં હોઈશું. એક અઠવાડિયામાં તો અમે ઇંગ્લેન્ડ પહોંચી ગયાં હોઈશું.'
- કોસેટ, જૂન થી તારીખ.” જીન વાલજીન ચેંકીને જોઈ રહ્યો. કોસેટે આ ઘેર આવી પોતાનું શાહી ચુસનું પૂંઠું ટેબલ ઉપર મૂકયું હતું, તેના ઉપર મેરિયસને ઉતાવળે
લખેલી ચિઠ્ઠીની શાહીની છાપ પડેલી હતી. તે ટેબલ ઉપર ઊભા અરીસામાં * હવે બરાબર સવળી થઈને વંચાતી હતી!
એક ક્ષણમાં જીન વાલજીને ઊભી કરેલી ઇમારતના ભૂકેભૂકા થઈ ગયા ! તેને ખાતરી થઈ ગઈ કે, જગતનો પ્રકાશ હવે તેને માટે કાયમને લુપ્ત થઈ ગયો છે; કૉસેટે તે કાગળ પિતાના કોઈ પ્રિયતમને લખ્યો છે!
જન વાલજીન લથડિયું ખાઈ ગયો. તેના અંતરમાં અત્યાર સુધી છુપાઈ રહેલું એક હિંસ પશુ એકદમ સળવળી ઊઠયું. બીજાઓએ અત્યાર સુધી તેના ઉપર કરેલા હુમલા સામે, જીન વાલજીન, પિતાના અંતરના જંગલી પશુને દબાવી રાખી શક્યો હતો. એક સંતની અડગતા, ધર્ય, શહીદી, સ્વાર્પણ અને ક્ષમાભાવ તેના અંતરમાં રૂઢ થતાં ગયાં હતાં. સામા શત્રુએ કરેલા પ્રહારે સામે તેણે પોતાની આસપાસ એક અભેદ્ય દીવાલ ખડી કરી હતી. પરંતુ, પરંતુ? આ તે દીવાલની અંદરથી હુમલો આવ્યો હતો ! પિતાની માનેલી કૉસેટ તરફથી – જેને સાથમાં રાખી તે આટલાં વરસથી કેટકેટલાં સંકટ અને વિદને હસતે મેએ વટાવી ગયો હતો; તે કૉસેટ જ હવે તેને ગબડાવવા પ્રયત્ન કરી રહી હતી!
બિચારો જીન વાલજીન! તે કૉસેટને ખરેખર એક પિતાના વાત્સલ્યની રીતે જ ચાહતો હતે. પરંતુ તેના જીવનની જટિલતાએ એ વાત્સલ્યમાં બધા પ્રકારના પ્રેમના અંશ ઉમેર્યા હતા. કોસેટને તે પુત્રી તરીકે, પિતાની માતા તરીકે પોતાની બહેન તરીકે પણ ચાહતે હતો. કોઈ સ્ત્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org