________________
૨૬૬
લે મિરાબ્દ તેનાં બીજાં ચીંથરેહાલ કપડાંને હિસાબે, તેણે ગળા ઉપર મફલર તરીકે વટેલી એક બાજુની શાલ તેના “ધંધા’ વિષે પૂરતી ચેતવણી “જેને વેવી હોય તેને આપી દેતી હતી.
અચાનક બે નાનાં બાળકોએ એ દુકાનના બારણાને હાથો મરડીને બારણું ઉઘાડ્યું, અને અંદર જઈ સકામાં ડૂબી જતા અવાજે કંઈક કહ્યું. હજામ તરત હાથમાં અસ્ત્રા સાથે છલંગ મારતો ધસી આવ્યો અને બંનેને પોતાની કૂણી અને ઢીંચણથી બારણા બહાર ધકેલી કાઢી, બારણું બંધ કરો બોલ્યો,
મા”ળાં મફતિયાં, બારણું ઉઘાડી ઘરાકને ઠારી દો છો !” - બંને છોકરાં રડતાં રડતાં આગળ ચાલ્યાં. દરમ્યાન એક વાદળ આવ્યું અને વરસવા લાગ્યું.
ગેચ તેમની તરફ દોડી ગયો અને પૂછવા લાગે, "અથાં ભટેળિયાં, શી વાત છે તમારે ?”
મોટાએ કહ્યું, “ટાઢમાં અમારે કયાં સૂવું.”
બસ એટલું જ? એટલા માટે તે વળી કોઈ રડતું હશે? ચકલાંનાં બચ્ચાં હોય તે એટલા માટે તો ચીંચી કરે!”
પછી ઘેડે વડીલપણાને દેખાવ ધારણ કરીને તે બોલ્યા, “ચાલો મારી સાથે, હું તમને સૂવાની જગાએ લઈ જાઉં.”
છોકરાં જાણે કોઈ સરસેનાપતિને અનુસરે તેમ તેની પાછળ પાછળ જવા લાગ્યાં, ગેય પણ મોટા માણસની અદાથી જે સામું મળે તેને ખામુખા પજવતે આગળ ચાલવા લાગ્યો. એક જણના બૂટ ઉપર તેણે જાણી જોઈને પાણીના ખાબોચિયાનું પાણી પગ વડે ઉછાળ્યું. પેલો ગુસ્સે થઈને બરાડ્યો, “એઈઈ –'
ગોચે પોતાની શાલમાંથી નાક ઊંચું કરીને પૂછ્યું, “ આપને કશી ફરિયાદ છે શું?”
હા તારે વિષે જ, ડુક્કરના બેટા !”
“ બૂરો બંધ થઈ ગઈ છે; અત્યારે હવે નવી ફરિયાદો હું તો નથી.” ગોચે જવાબ આપ્યો.
પેલે વધુ ઘૂરકીને ચાલતે થયો. આગળ જતાં એક ઘરના છજા નીચે એક ભિખારી છોકરીને તેણે પૂજતી જોઈ. તેનાં કપડાં એટલાં ટૂંકા હતાં કે, તેના ઢીંચણ પણ ખુલ્લા દેખાતા હતા. કપડાં પણ એવે વખતે ટૂંકા પડવા માંડે છે, જ્યારે અવયવનું ખુલ્લાપણું શરમભરેલું બની જાય. ગેગ્રોચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org