________________
૨૬ર
લે મિઝરાઇલ “સેંટ લઝારેની જેલમાં!” “અને મારી પવિત્ર બહેનો?” “લે મે ડે લેનેટની ચોકીમાં!”
છોકરાએ કાન પાછળ માથું ખંજવાળ્યું અને ડોસી સામે જોઈ એટલું જ કહ્યું, “વાહ! ખારૂં” અને પછી જ્યાંથી આવ્યો હતો તે તરફ, કોઈ બજારુ ગીતની કઈ ફેફસાં ફાટી જાય તેટલે મોટેથી ગાતા ગાતે ચાલતો થયો. - ડેસી તેને જ જોઈ એટલું જ બોલીઃ “મૂએ બાપના મોંમાં શ્કે તેવો ન થાય, તે મારું નામ બુગો નહિ.” - તે દિવસે જાવર્ટ ત્રણ લારીએ ભરીને પોતે પકડેલે “માલ” ઉઠાવી ગયો હતો. મોંટપાને એક એપનીનને ઝડ પાછળ ચોકી ભરતી ઊભેલી જોઈને, તરત તેના તરફ જ વળી ગયો હતો. થેનારડિયરના કાંચનના આકર્ષણ કરતાં આ કામિનીનું આકર્ષણ તેને માટે વધુ પ્રબળ નીવડયું હતું. પરિણામે બંને ધરપકડમાંથી બચી ગયાં. જોકે પછી એપનીનને તે જાવટે થોડા જ વખતમાં લે એ ડે લોનેટની ચેકીમાં તેની નાની બહેન ભેગી કરી દીધી હતી.
પરંતુ, લા ફોર્સ પહોંચતાં સુધીમાં જ કલૅકેસસ છટકી ગયો હતે. એ શી રીતે બની શક્યું, તે કઈ “કહી શકતું” ન હતું. હાથની બેડીઓમાં થઈને તથા પોલીસ લારીની તરામાં થઈને તે હવા થઈને ઊી ગયો કે શું થયું, તે કોને ખબર? પણ જ્યારે લારીમાં તેને પૂર્યો ત્યારે તે હતો, પણ જેલમાં જઈ લારીનું બારણું ઉઘાડ્યું, ત્યારે તે ન હો! પરીઓનો જાદુ ન ગણીએ, તે પછી એને પોલીસ અમલદારોને જ જાદુ ગણવો જોઈએ! ગુનેગારો સાથે જ વધુ જોડાયેલા રહેતા પોલીસે અર્ધા ગુનાની દુનિયાના અને અર્ધા કાયદાની દુનિયાના વતની બની જાય છે. કે પછી કૉકેસસ જેવા અઠંગ બદમાશે કુશળ પોલીસ બાતમીદાર પણ બની શકતા હોય છે? એ કોણ જાણે ! પોલીસદળમાં જવર્ટ સિવાય એવા ઇન્સ્પેકટરો હતા જ, જેઓ ગુનેગાર સાથેના વ્યવહારોમાં વધુ “ વ્યવહારુ હતા !
બનતી કોશિશ કરી, તે સૌને એકાંતવાસની અંધાર-કોટડીઓમાં પૂરવામાં આવ્યા; જેથી સાથે મળીને તેઓ કાંઈ કાવતરું ન કરે.
કેસ ચલાવનારા જજે પેટ્રન મિનેટ ટોળકીના એ બધા બદમાશમાંથી બ્રજાને તેના કંઈક ગાભા દેખાવને કારણે, બીજાઓની પેઠે અંધારકોટડીમાં ન પૂરતાં અદાલતની ચાકીમાં જ પૂરવાનો હુકમ કર્યો, જેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org