________________
૩૦૫
એળા ઘેરાય છે જ્યારે તેઓની વાતે પૂરી થઈ, ત્યારે તેને લાગ્યું કે, હવે પોતાના અંતરનું કશું પોતાની પાસે બાકી રહ્યું નથી. પછી નિરાંતે તેના ખભા ઉપર માથું મૂકી કૉસેટે પહેલી વાર પૂછ્યું, “અને તમારું નામ શું ભલા?”
“મારું નામ મેરિયસ; અને તમારું?” “મારું નામ કૉસેટ.”
ઓળા ઘેરાય છે જન વાલજીનને કશો વહેમ નહોતે ગયો. કોસેટ ખૂબ ખુશી-આનંદમાં રહેતી હતી, અને જન વાલજીનને એટલું જ બસ હતું. કૉસેટનું અંતર એટલું નિર્મળ હતું કે મેરિયસ ઉપરના તેના હૃદયમાં ઊભરાતા પ્રેમને કારણે તેના નિર્દોષ, કુંવારા ચહેરાની પવિત્રતા ઉપર કશો ડાઘ લાગ્યો ન હતો. તે એ ઉમરે અને એ અવસ્થાએ હતી કે, ફિરસ્તે હાથમાં કમળ ધારણ કરે તેટલી સ્વાભાવિકતાથી કુંવારિકા પોતાના પ્રેમને ધારણ કરી શકે છે.
તેમાં વળી જ્યારે બંને પ્રેમી પુરેપુરી સમજદારીથી કામ લે, ત્યારે તે બધું બરાબર જાળવી શકે છે. પરિણામે કૉસેટ તરફથી જીન વાલજીનને કશું ક્ષુબ્ધ થવાનું કારણ જ મળતું નહોતું. જીન વાલજીન ફરવા જવાનું કહે, તો જવાબ મળે, “હા બાપુજી, ચાલોને! બહાર કેવી મજા છે!” તે જો ઘેર રહેવા માગે છે, “હા બાપુજી, ચાલો હું તમને તમારું ગમતું ગીત સંભળાવું! તમે સાંભળો ત્યારે મને ગાવાનું કેટલું બધું ગમે છે!” જીન વાલજન દરરોજ દસ વાગ્યે સૂઈ જ, અને મેરિયસ તે સમય જાળવીને જ બગીચામાં આવતો. તે બહાર શેરીમાં જ ઊભે રહેતે : જ્યારે કૉસેટ બારણું ઉઘાડે તેને અવાજ સંભળાય, ત્યારે જ તે અંદર આવતે દિવસે તે તે એ બાજુ ફરક જ નહિ. જીન વાલજીનને ખબર પણ ન હતી કે મેરિયસ હજુ જીવે છે!
બુઠ્ઠી ડોસીને તે ઘરનું કામકાજ અને આ બે જણનું ખાવાપીવાનું સંભાળવા સિવાય બીજું કાંઈ લક્ષ્મ જ નહોતું, એટલે તે તે થાકીને રાતે ઘસઘસાટ ઊંઘી જ જતી.
૯૦ – ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org