________________
મુક્તિ અને બંધન
૧૧
પથ્થરનું થઈ ગયું હતું. કાળા દુ:ખતા એ લાંબા દિવસેામાં તેના મૂઢ દિલમાં પણ વિચારો ઉદ્ભવ્યા હતા. પેાતે રોટી ચારી હતી એ ભૂલ હતી તે તેને સમજાતું હતું; એન ચારી હાત તે કશું બગડી જવાનું ન હતું; પેલાં છેકરાં બહુ તા થોડો વખત વધુ ભૂખ્યાં રહ્યાં હેત; એ ચારીને પરિણામે તેમની જે વલે થઈ તેવી ખરાબ વલે તો તેમની ન જ થાત...પરંતુ તે હાડતૂટ મજૂરી કરવા તૈયાર હતા, છતાં તેને પૂરતું કામ કે ખાવાનું શા માટે મળતું નહોતું ? તે પણ ભલે; પરંતુ પાતે પકડાયા અને પેાતાનો ગુને તેણે કબૂલ કર્યો ત્યાર પછી પણ તેને જે સજા કરવામાં આવી, તે શું જંગલી અને વધારે પડતી ન હતી ? સજામાં જે અતિશયતા હતી તેથી ગુનેગારના ગુના પણ ઢંકાઈ જાય તેવા બીજા એક મોટો ગુના કયાંય ઊભા થતા ન હતા ? અને એ મેટો ગુનેા કરનાર જ હવે પેલા મૂળ ગુનેગારને હાથે ન્યાય મેળવવાને પાત્ર બનતા ન હતા? જીન વાલજીને એ મેટો ગુનો કરનાર સમાજના ન્યાય બરાબર તળ્યો અને તેના ઉપર કારમી સજા ફરમાવી – પેાતાના પૂરેપૂરા ધિક્કારની. તેણે ફેંસલો આપ્યો કે, મેં સમાજને જે નુકસાન કર્યું હતું, નુકસાન કર્યું છે, અને તે વસૂલ
વધારે
તેની તુલનામાં સમાજે મને ઘણું કરવાને મને અધિકાર છે.
તેના ચિત્તની આ વિકૃતિનું ચિત્ર દોરવા જતાં તેના શરીરની એક ખૂબી તરફ લક્ષ ખેંચવાનું ભૂલી ન જવાવું જોઈએ. તેના શરીરમાં અમાપ બળ હતું. તે ઘણી વાર એવાં મોટાં વજનો અધ્ધર કરી શકતા તથા ઊંચાં રાખી શકતા કે, તેના સાથીઓએ તેનું નામ ‘દુમકલાસ ’ પાડયું હતું. તેની ચપળતા તે તેના બળને પણ ટપી જતી હતી. વહાણ ઉપરના કેદી, કે જે નિરંતર નાસી છૂટવાની તરકીબા જ શોધતા રહેતા હોય છે, તેઓ પેાતાના શરીરના સ્નાયુઓને ખાસ પ્રકારે રોજ તાલીમ આપીને તૈયાર કરે છે. સીધાવળા ઉપર ખિસકોલીની પેઠે ચડી જવું, કે સહેજ પણ ખાંચા જેવું હોય તેને આધારે ઊભા રહેવું, એ તો જીન વાલજીનને મન રમત-વાત હતી. ભીંતનેા ખૂણા હોય, તે ખરબચડા પથરા ઉપર જ પેાતાની પીઠ, ફૂલા, કોણી અને ઘૂઘૂંટીઓને ટેકવી ટેકવી તે જાણે ઉપર ચડી જતા.
જાદુથી ત્રણ માળ સુધી
ઓગણીસ વર્ષ જ્યારે પૂરાં થયાં અને તેના નામ સાથે “તું છૂટો છે” એવા શબ્દો સંભળાયા, ત્યારે પ્રથમ તે તે વસ્તુ તેને અસંભવિત જેવી જ લાગી. અચાનક તેના અંધારા ચિત્તમાં જાણે જીવનના પ્રકાશના એક ઝબકારો ચમકી ગયા. પરંતુ પીળા પરવાના સાથેનું એ જીવન કેવું હોઈ શકે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org