________________
૪૮૦
છે મિરાપ્ત પણ એક ગોળી બરાબર નિશાન લઈને વાગી. ગેત્રોચે લથડિયું ખાધું. તે નીચે ગબડી પડ્યો. આખે મેરો ચીસ પાડી ઊઠ્યો. પણ આ છોકરામાં કોણ જાણે ભૂત ભરાયું હતું. તે તરત ઊભે થશે. તેના મોં ઉપર થઈને લેહીનો દદૂ વહેતે હતે. તેણે બંને હાથ ઉંચા કરી, પેલા ગોળી મારનાર સામે ગીતની છેલી કી લલકારી. પણ તે કડી પૂરી ન થવા પામી. એ જ બંદૂકમાંથી આવેલી બીજી ગોળી એ તેને બોલતે અધવચ બંધ કરી દીધે, તે આ વખતે માં ફરસ તરફ રાખીને પડ્યો તે પડ્યો.
આ તપમાં ઠાંસવા માંડ!
એ જ ક્ષણે લક્ષમબર્ગના બગીચામાં બે બાળકો એકબીજાના હાથને વળગીને ઊભાં હતાં. એક સાત વર્ષનું હશે, અને બીજું પાંચ વર્ષનું વરસાદમાં પલળ્યાં હોવાથી તેઓ સૂર્યના તડકાવાળા ભાગ તરફ જવા લાગ્યાં. મોટો નાનાને દોરી જતો હતો. તેના બીજા હાથમાં એક સેટી હતી. તેઓ ફીકાં પડી ગયાં હતાં અને ચીંથરેહાલ હતાં. નાનું બાળક મોટાને કહેતું હતું, “ભાઈ, મારે કંઈ ખાવું છે.”
બગીચે ખાલી હતું. તેઓ એકલાં જ તેમાં ફરતાં હતાં. દંગલને કારણે પોલીસે દરવાજા બંધ કરાવી દીધા હતા.
આ બાળકો ત્યાં કેવી રીતે આવ્યાં? રખેવાળની એરડી પાસેના અધખૂલા બારણામાં થઈને ? કે આગલી રાતે જ દરવાજા બંધ થયા ત્યારે તે અંદર રહી ગયાં હતાં? કોણ જાણે! એટલી વાત નક્કી કે અહીં તેઓ સ્વતંત્રપણે ભટકતાં હતાં. આમ ભટકતા હોવું એને અર્થ ખવાયેલા હોવું થાય; અને ખરેખર એ છોકરાં ખેવાયેલાં હતાં – ના, માબાપે તજી દીધેલાં હતાં.
એ છોકરાં બેવોચનાં ભાંડ જ હતાં. થેનારડિયરનાં એ છોકરાં મેગ્નાનને તેનાં મરી ગયેલાં છોકરાંને બદલે રાખવા ભાડે અપાયાં હતાં, જેથી બુદ્રા જીલેનોર્મન્ડ પાસેથી તે નાણાં મેળવ્યા કરેહવે પવનથી ખરી પડેલાં પાંદડાંની જેમ તેઓ આમથી તેમ પૅરિસ શહેરની શેરીઓમાં ઊડતાં હતાં.
બાપરે, પણ આવાં નાનાં છોકરાં આવી નિર્દય આબેહવામાં આમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org