________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલ્લવ બીજે
888888888888888888888888888888888888888
વિચારી રાજાએ પંકપ્રિયને જવા દીધે, એટલે તે ફરીને વનમાં સરેવરને કિનારે શું પડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. હવે કેટલેક સમય એ રીતે પસાર થતા એક દિવસ રાત્રીના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજતે, અંગને સંકેચતે અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાની જમીનમાં કરી રાખેલ એક પથ્થરની કુંભમાં જલ્દી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગે સંકેચી દઈને, જરાપણ સળવળ્યા વગર તેમાં આખી રાત કાઢી, સવારના લાંબા-પહોળા થઈ ન શકવ થી અકડાઈ ગયેલા પિતાના અંગે વાળવાને અશકત થવાથી તે કુંભમાં (ખાડા) થી બહાર નીકળી શકે નહિ. અંગે પાંગ વાળવાની તથા છુટા કરવાની કેશિષમાં ભારે દુઃખ સહન કરતે બે ગાથા બે બાજુમાં લખીને તે ત્યાંજ મરણ પામ્યો. પંકપ્રિય પાછા જંગલમાં જઈને રહ્યો છે તે વાત સાંભળીને તેના પુત્રો ત્યાં જઈ શોધ કરવા લાગ્યા. તેઓએ તેનું શબ (મડદુ ) પથ્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી તેમાં આ પ્રમાણે લખાણ હતું. वग्ध भयेण पविट्ठो, छहाहओ निग्गममि असमत्थो । अवसट्टो वगओ पुत्तय ! पत्तो अह' निहण ॥३ इहलोगमि दुरते, परलोगविवाहगे दुहविवागे । महवयणेणं पावे वज्जेज्जा पुत्तय ! अणकखे ॥२॥
વાઘના ભયથી કુંભમાં દાખલ થયેલે, ભૂખ્યા, બહાર નીકળવાને અસમર્થ તથા આર્ત ધ્યાનથી દુઃખી થતે હું મરણ પામ્યો છું. (૧) આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિણામ દુઃખમાંજ આવે છે તેવા ઈર્ષારૂપી પાપથી હે પુત્રો તમે દૂર રહેજે (૨) આવી હિતને ઉપદેશ કરનારી બનેલ વાતની સાક્ષીરૂપ તે બે ગાથાઓ વાંચી હદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્રો નીતિ તથા ધર્મમાં તત્પર થયા.
આ પ્રમાણે કથા કહીને ધનસાર પોતાના ત્રણે પુત્રોને શીખામણ આપવા લાગ્યા કે-જુઓ ‘ઈર્યા-દોષથી
ઈE8888888888888888888888888888888888888888888
Jain Education Internet
૫૫
For Personal Private Use On