________________
૫૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ગચ્છ ના નામથી ઓળખાતા હતા. .
(–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૩૯૭) - આ પ્રદ્યોતનસૂરિના શિષ્ય આ૦ ઇંદ્રદેવસૂરિએ પાલીના પૂર્ણભદ્રવીરના જિનપ્રાસાદમાં એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઇંદ્રદેવસૂરિથી સં૦ ૧૧૫૦ માં પાલીનગરના નામથી પલ્લીવાલગચ્છ” બન્યા. (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંક: ૩૯૬) - આ ગચ્છનાં પ્રદ્યતનગચ્છ, પલ્લીગચ્છ, પાલીવાલગચ્છ, પલકીયગચ્છ, પાડિવાલગચ્છ વગેરે નામે મળે છે. . આ ગચ્છમાં મેટે ભાગે ક્રમથી કે અક્રમથી આ૦ શાંતિસૂરિ, આ યદેવસૂરિ, આ૦ નન્નસૂરિ, આ ઉદ્યોતનસૂરિ આ નામે ગચ્છનાયકનાં રખાતાં હશે; કારણ કે શિલાલેખમાં આ રીતે નામે મળે છે. . પલ્લીવાલ એ વનવાસીગચ્છની પરંપરામાંથી ઊતરી આવેલે
શ્વેતાંબર જૈનગછ છે. નાકેડાજી અને મહાવીરજી એ પલ્લીવાલગચ્છના પ્રસિદ્ધ જૈનતીર્થો છે. - પરંતુ ભ૦ મહેશ્વરસૂરિની પરંપરાના યતિ મેઘચંદ્રજી સં. ૧૫૯૧ ના મહા વદિ ૧૧ ને ગુરુવારની, બિકાનેરના શ્રી. અગરચંદ નાહટાના ગ્રંથભંડારની, “આચારાંગસૂત્ર”ની પ્રતિના અંતે લખે છે કે –પલ્લીવાલગચ્છ એ પાર્શ્વનાથ સંતાનીય અને ભ૦ મહાવીરસ્વામીની શાખામાં થયેલે ગ૭ છે. 1. સંભવ છે કે, ભ, પાર્શ્વનાથના સંતાનનીય ઉપકેશગ૭માં અને કેરટાગછમાં આ૦ ચક્ષદેવ, આ૦ નન્નસૂરિ એવાં નામે મળે છે તે નામસામ્યથી ઉક્ત યતિરે આવી કલ્પના કરી હશે. છે. આ સિવાય પડિવાલ ચિંતામણિશાખા”ની સં૦ ૧૬૭૫ સુધીની એક પ્રાકૃત પટ્ટાવલી મળે છે. ત્યાં એને વેતાંબરગચ્છ બતાવ્યો છે અને પટ્ટાવલીકારે પિતાને ભ૦ મહાવીરસ્વામીના સીધા વારસદાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. '
આ પટ્ટાવલીમાં કેટલાંક નામે ઐતિહાસિક છે. જ્યારે કેટલાંક નામે એવાં છે કે, જેમનું અસ્તિત્વ નક્કી કરવા માટે વિવિધ ગ્રંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org