________________
બેતાલીશમું ]. આ. વિજયસિંહસૂરિ
૭૩૧ કહી શકાય. વૈદિક સાહિત્યના ગ્રંથે પણ અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે. એટલે કે, ભારતીય સાહિત્યને અપૂર્વ વાર જેસલમેરના ભૂગર્ભમાં સુરક્ષિત પડેલ છે. આ રીતે આને જેનોનું જ નહિ પણ ભારતનું સાહિત્યતીથી અથવા તેને સારસ્વતતીર્થ કહીએ તે છેટું નથી.
અહીં આવતા જૈન સાધુઓને પાણીના અભાવે ભારે તકલીફ વેઠવી પડતી. તેથી આ૦ સેમપ્રભસૂરિએ સુવિહિત સાધુઓને આ તરફ વિચરવાની મનાઈ કરી હતી પરંતુ એમ કરવાથી તો ત્યાં જૈનધર્મને નુકશાન પહોંચતું હતું તેથી આખરે અહીં આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ લગભગમાં મહોપાધ્યાય પરમ તપસ્વી ઉ૦ વિદ્યાસાગરને મોકલી વિહાર ખુલ્લે કર્યો. ત્યાં ફરીથી જેનધર્મને પ્રચાર કર્યો.
(જૂઓ, પ્રક. ૪૭, પ્રક. ૫૫) જેસલમેરથી ૧ કેશ દૂર અમરસાગરમાં પણ મેટાં જૈન મંદિરે છે. અમરસાગરથી ૪ કોશ દૂર લોકવામાં અનુત્તર વિમાનના નમૂના જેવું વિશાળ જિનાલય છે.
સિદ્ધપુર
રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું હતું. તેમાં સં. ૧૧૮૪ માં રુદ્ધમાલ બંધાવ્યું અને જેન સિદ્ધવિહાર બંધાવ્યું. સિદ્ધવિહારનું બીજું નામ રાજવિહાર હતું. મહામાત્ય આલિગદેવે પણ તે જ સમયે અહીં ચૌમુખવિહાર બંધાવ્યું હતું. એ પણ ઉલ્લેખ મળે છે કે, અહીં સં. ૧૧૫૨ માં ભય સુવિધિનાથનું દેરાસર બંધાવવામાં આવેલું હતું.
(જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪, પ્રક. ૪૧, પૃ. ૬૭૪) શેઠ ધરણુ શાહે અહીંના ચતુર્મુખવિહારના આધારે સં. ૧૪૯૬ માં રાણકપુરમાં ધરણુવિહાર-શૈલેક્યદીપકપ્રાસાદ બંધાવ્યું.
(જૂઓ પ્રક. ૪૧, પ્રક. ૫) મહામાત્ય આલિંગદેવે ચૌમુખ વિહારમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org