________________
બેતાલીશમું ] આ. વિજયસિંહસૂરિ
७३७ આ ભાવનાને પુષ્ટ કરતાં જણાવ્યું કે, “રાજન ! તારંગાગઢ એ શત્રુંજય તીર્થના જ પરિવારમાં છે, ત્યાં વિહાર-જિનાલય બનાવવું જોઈએ.” ગૂર્જરેશ્વર કુમારપાલે તરત જ વડનગર પંથકના મંત્રીને આદેશ આપ્યો કે, “તારંગા પર વિજયસ્તંભ જે બત્રીશ માળને ઊંચે અને ભવ્ય અજિતનાથ-પ્રાસાદ બંધાવે.” મંત્રીએ એ પ્રાસાદ તૈયાર કર્યો પણ તે ઘણે ઊંચે હેવાથી હવાના દબાણના કારણે ધસી પડ્યો. આથી ફરીવાર મેટા ચાર માળ અને તેની ઉપર કેગરનાં લાકડાંના ૨૮ માળ ગોઠવી ૨૪ (૮૪) ગજ ઊંચે બાવન દેરીવાળે જિનપ્રાસાદ બંધાવ્યો અને ગૂર્જરેશ્વર કુમારપાલે સં૦ ૧૨૨૧ માં તેમાં ગુરુદેવ આ૦ હેમચંદ્રસૂરિના કરકમલથી ભ૦ અજિતનાથની ૧૦૧ આંગળ પ્રમાણ–૧૨૫ આંગળથી ઊંચી રત્નની પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર આજે વિદ્યમાન છે. ભારતનાં સમગ્ર મંદિરમાં આ મંદિર તેની ઊંચાઈને કારણે વિખ્યાત બન્યું છે. અનેક પુરાતત્વવિદેએ આ મંદિરને પિતાની પ્રશંસાનાં પુષ્પ ચડાવ્યાં છે. (-કુમારપાલપડિબેહે, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ,
મહરાજપરાજય નાટક, કુમારપાલપ્રબંધ, ઉપદેશ
તરંગિણી, વીરવંશાવલી, જૂઓ પ્રક. ૩૫, પૃ. ૧૪૭) રાજા અજયપાલે કુમારપાલનાં દરેક સ્મારકોને વિનાશ કર્યો હતું, તેમાં આ તીર્થને નાશ કરવાને પણ તે ઈરાદો રાખતો હતે; પરંતુ બહુરૂપી શીલભાંડના યુક્તિપ્રયોગથી આ તીર્થ બચી ગયું પણ તે પછી અલ્લાઉદ્દીન ખિલજીના હુમલાએ આ તીર્થને ખૂબ નુકશાન પહોંચાડ્યું.
(પ્રક. ૩૨, પૃ૦ ૧૩૫) ઈડરનગરના રાવ પૂજાજીના માનીતા ઈડરના નગરશેઠ સંઘવી વસરાજ ઓશવાલને માટે પુત્ર સં વિદ આઠ સેમસુંદરસૂરિને અનન્ય ભક્ત હતા. તેણે ગુરુમહારાજના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, પારક વગેરે તીર્થોના સંઘ કાઢયા અને સં. ૧૮૭૯માં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, આરાસણથી શિલા મંગાવીને તારંગા પર ચડાવી અને ભ૦ અજિતનાથની નવી પ્રતિમા ભરાવી, મેટે સંઘ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org