Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 804
________________ બેતાલીશમું 1 આ૦ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ કરી હતી. (જૂઓ પ્રક. ૩૫, પૃ ૧૬, ૧૭૦, પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાટ ૨, લેખાંકઃ ૩૪૬ થી ૩૫૦; ૪૨૬ થી ૪૩૦, જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૫૮) રાણ શૃંગારદેવી (સં. ૧૨પપ)–એ નાડેલના મહામંડળ શ્વર રાજા કેહુણદેવ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯) ચૌહાણની પુત્રી હતી અને તે આબૂના રાજા ધારાવર્ષાદેવ પરમારની બીજી રાણે હતી. તેણે સં૦ ૧૨૫૫ના આ સુદિ ૭ ના રોજ ઝાડેલી ગામમાં ભવ મહાવીરસ્વામીની પૂજા માટે મેટી વાડી અર્પણ કરી હતી. (પ્રક૩૫, પૃ. ૧૫૬, ૧૭૦) રાજા પ્રલાદન પરમાર (સં. ૧૨૭૪)-તે જૈનધર્મી રાજા હતા. (પ્રકo ૩પ, પૃ. ૧૫૨, ૧૫૭) તેણે પાલનપુરમાં પ્રલાદન નાથ તીર્થને ઉદ્ધાર કર્યો હતો. ૧. ઝાડેલી–પીંડવાડા અને બ્રાહ્મણવાડા તીર્થની વચ્ચે ઝાડેલી ગામ છે, જેનાં દુંદુભિ, ઝાદવલી, ઝાડવલી, ઝાડઉલી, ઝાદપલ્લી, ઝાડેલી વગેરે નામો મળે છે. અહીં ભ૦ મહાવીર સ્વામીનું પ્રાચીન મંદિર છે, તેમાં કેટલાક શિલાલેખો વિદ્યમાન છે, જેમકે–સં૦ ૧૧૪૫ ના જેઠ વદિ ૨ ના રાજ ભ૦ ઋષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ સં૦ ૧૨૩૪ ના વૈશાખ વદિ ૧૩ ના રોજ ગોઠીઓએ ભ૦ મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૧૪ ને ગુરુવારે ભ૦ ભદેવ તથા ભત્ર પાર્શ્વનાથની પ્રતિમા બની, જેની પ્રતિષ્ઠા રાજગછના આ દેવભદ્દે કરી. સં. ૧૨૫૫ના આસો સુદ ૭ ને બુધવારે ગે ઠીઓએ દેરાસરની આગળ છ ચેકીવાળું ત્રિલોક પ્રાસાદ દ્વાર બંધાવ્યું. ઝાડોલી એ શૃંગારદેવીના કપડાનું ગામ હતું, ઝાડોલીના મંત્રી નાગડ બે ચેકીને ખર્ચ આપો. રાણી શૃંગારદેવીએ ભત્ર મહાવીર સ્વામીની પૂજા માટે વિશાળ વાડી આપી. તેનું શાસન લખી આપ્યું, જેમાં દાણિક વગેરેની સાક્ષી છે. આ તિલકસભાસરિએ દાનશાસનને કબદ્ધ રચ્યું અને સલાટોએ પથ્થરમાં ઉત્કીર્ણ કર્યું. -પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેક ૪૩૦; જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820