________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણે
કવિઓ ક્ષત્રિય મહાકવિ આસડ–
ભિન્નમાલકુલના ક્ષેત્રિય કકરાજને આનલદેવી નામે પત્ની હતી. તેને આસડ અને જાસડ નામે બે પુત્રો હતા. આસડ વિદ્વાન હતે, કવિ હતો. તેણે કેટલાક ગ્રંથની રચના કરેલી છે. તેણે “મેઘદૂતકાવ્ય”ની ટીકા રચી, જેમાં એવું સ્નેહસિંચન કર્યું કે રાજસભાએ “કવિસભાશૃંગાર'નું બિરુદ આપ્યું. તેને રાજડ નામે પુત્ર હતો. તેને પણ બાલસરસ્વતી’નું બિરુદ મળ્યું હતું પરંતુ રાજડ તરુણવયમાં જ મરણ પામવાથી આસડને ભારે આઘાત થયો. એ પ્રસંગે રાજગચ્છના (૧૧)મા આ ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર “કલિકાલગૌતમ” બિરદધારી, (૧૨)માં આ અભયદેવસૂરિએ તેને પ્રતિબિધ કર્યો અને આશ્વાસન આપ્યું. કવિશ્રી આચાર્યશ્રીના ઉપદેશથી
જેનદર્શનમાં પ્રવીણ થયા અને ગ્રંથરચના કરી. તેમણે “ઉપદેશકંદલીપ્રકરણ, વિકમંજરી” તથા ગદ્ય-પદ્ય સ્તુતિઓ રચી છે. નાગૅદ્રગચ્છના આ. વિજયસિંહસૂરિ તથા વડગચ્છના આ૦ પદ્મસૂરિએ તે ગ્રંથનું સંશોધન કર્યું હતું
(પ્રક. ૩પ, પૃ. ૩૨; પ્રક. ૪૧, પૃ. ૫૮૦) ઉક્ત (૧૨) આ૦ અભયદેવસૂરિ, તેમના શિષ્ય (૧૩) આ૦ હરિભદ્રસૂરિ, તેમના શિષ્ય (૧૪) સિદ્ધસારસ્વત આ૦ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૪૭–૪૮ માં “ઉપદેશકદલી” અને “વિવેકમંજરી”ની ટીકાઓ રચી, જેનું રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું હતું.
(પ્રક. ૩૫, પૃ૧૭, ૨૪, ૩૨) - કવિ આસડ એ વિકમની તેરમી સદીના મધ્યકાળને ક્ષત્રિય જેન વિદ્વાન હતે. ગિઝનીમાં જેને –
ગિઝનીને બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન ઘોરી (સં. ૧૨૩૪, સને ૧૧૭૮ માં) ગૂજરાત ઉપર ચડી આવ્યું હતું, તે હારીને ગાડિયા ઘાટમાંથી પાછા ગિઝની ચાલ્યા ગયે. તે સમયે ત્યાં જેન વેપારીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org