________________
૭૩૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ચતુર્વકથા, પૃથ્વીચંદ્રચરિત્ર, અષરનામ વાગવિલાસ” સં. ૧૪૭૮ દીપિકાઓ વગેરે ગ્રંથ રચ્યા છે. પ્રક. ૪૦, પૃ. ૫૩૦)
(૬) વૃદ્ધ તપાગચ્છના આ૦ જયતિલકસૂરિના શિષ્ય આ રત્નસિંહ, તેમના શિષ્ય માણિજ્યસુંદર ગણિ નામે હતા, જેમણે સં. ૧૫૦૧ માં માલધારગ૭ના આ૦ હેમચંદ્રસૂરિની “ભવભાવને” ગ્રંથને બે રચ્યો છે.
(૭) ખરતરગચ્છના પ૫ મા આચાર્ય જિનમાણિજ્યસૂરિ સંતુ ૧૬૧૨ અષાઢ સુદિ પ ના રેજ કાળધર્મ પામ્યા હતા.
(જૂઓ પ્રક. ૪૦ પૃ. ૪૮૦) (૮) વૃદ્ધતપાગચ્છના આ૦ જયતિલકસૂરિના શિષ્ય આ૦ માણિક્યસૂરિ, જેમણે સં. ૧૫૮૧ માં “રત્નચૂડાસ” રચે છે.
(જૂઓ પ્રક. ૪૪) (૯) તપાગચ્છીચ ૫૦ રત્નચંદ્રગણીના શિષ્ય પં. માણિક્યચંદ્ર, જેમણે “કલ્યાણમંદિરતેત્ર”ની દીપિકા-વૃત્તિ રચેલી છે.
(જૂઓ પ્રક. ૫૩) (૧૦) આ હેમવિમલસૂરિના પરિવારમાં મહોજિનમાણિક ગણિ હતા.
(પ્રક૩૬, પૃ. ૨૩૯) (૧૧) મડાહડગ૭ના શ્રીપૂજ ભટ્ટામાણિકયરત્ન, સં. ૧૬૨૦.
(પ્રક. ૩૫, પૃ. ૨૭૦) (૧૨) પૂ મેહનલાલજી મહારાજની પરંપરાના આ જિનમાણિક્યસૂરિ, જેઓ તપાગચ્છની સામાચારી આચરતા હતા. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય મોટું મુનિસમેલન મળ્યું તેમાં ખરતરગચ્છના પ્રતિનિધિ તરીકે તેઓ વિરાજમાન થયા હતા. તેઓ જૂના અને નવા વિચારોને સમન્વયને માનનારા હતા. તેમણે સમેલનમાં ઘણી સમસ્યાઓમાં ગંભીર વિચારણાઓ આપી છે. તેઓ શાસનપ્રેમી હતા.
તેમણે ભારતમાં ઘણે વિહાર કર્યો હતો. તેમણે “કલ્પસૂત્ર, પ્રથમ કર્મગ્રંથ, વ્યવહારસૂત્રભાષ્ય વગેરેનાં હિંદી ભાષાંતર કરેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org