________________
બેતાલીશમું ] આ વિજયસિંહરિ
७८ છે. ત્યાં કૂવે છે, કુંડ છે, તાંબરીય ચોમુખ પગલાંની દેરી છે. તેની બાજુમાં એક દિગંબરીય દેરી છે.
(૨) મંદિરથી પૂર્વમાં અર્ધો માઈલ દૂર ટેકરી પર પુણ્ય પાપની દેરી છે. અહીં સં. ૧૨૪૫ નું પરિકર છે.
(૩) મંદિરથી દક્ષિણમાં તળાવ તથા ગુફા પાસે થઈને કેટશિલા જવાય છે. અહીં કરેડ મુનિવરે મોક્ષે ગયા હતા. રસ્તે બિહામણું છે. ત્યાં દેરીમાં ચૌમુખ વિરાજમાન છે. ચૌમુખની નીચે ચારે તરફ ૨૦ જિનપાદુકાઓ છે. તેમાં લખે છે કે –શ્રીમાલીસંઘવી તારાચંદ ફતેચંદે સં. ૧૮૨૨ માં તપાગચ્છના ભટ્ટારક વિજયધર્મસૂરિની આજ્ઞાથી ૧૦ ઋષભદેવની પાદુકા સ્થાપન કરી. વીશે પાદુકાઓમાં આવી મતલબને લેખ છે. માત્ર ભગવાનનાં નામ જુદાં જુદાં આપ્યાં છે. પાસે જ બીજી વેતાંબરીય દેરી છે. દિગબએ તે જિનપ્રતિમાને કંદરે ઘસી નાખે છે.
- આ રીતે આ પ્રાચીન વેતાંબર તીર્થ છે. તેને વહીવટ અમદાવાદની વેતાંબર સંઘની સંસ્થા સુપ્રસિદ્ધ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે.
(-જૈન તીર્થોને ઈતિહાસ) ગેડીજી તીર્થ— - કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ સં. ૧૨૨૮ માં પાટણમાં મેટી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે છેલ્લા વડોદરાના જેન કાનજીની ત્રણ પ્રતિમાઓની પણ અંજનશલાકા કરી હતી. આ ત્રણે પ્રતિમાઓ બહુ ચમત્કારી બની હતી. તેમાં એક ગેડી પાર્શ્વનાથની પ્રતિમા પણ હતી.
ઝીંઝુવાડાને શેઠ ગેડીદાસ અને સાદાજી ઝાલે દુષ્કાળ પડવાથી માલવા ગયા. ત્યાંથી પાછા ફરતાં એક સ્થાને રાતવાસો રહ્યા હતા. ત્યાં સિંહ નામના કેળીએ શેઠને ઓચિંતે ઘા કરી મારી નાખે. ઝાલાને આની જાણ થતાં તેણે કેળીને મારી નાખે. શેઠ મરીને વ્યંતર થયો અને તેને ઘરમાં જે ભવ પાર્શ્વનાથની પ્રતિમા હતી તેને અધિષ્ઠાયક બની તેની પૂજા-ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org