________________
બેતાલીશામું ] આ૦ વિજયસિંહસૂરિ
૭૪૧ આ સાળા-બનેવીમાં ઘણે સ્નેહભાવ હતો. એકવાર મેઘા શાહ કાજળ શાહ પાસેથી પૈસાની મદદ લઈવેપાર માટે પાટણમાં જઈ પહે. ત્યાં તેને સ્વપ્નમાં સૂચન મળ્યું કે, “અહીંના સૂબાને ત્યાં જિનપ્રતિમા છે, તેને દામ આપીને તું લઈ લેજે.” મેઘા શાહે ૧૨૫ દ્રમ્સ (અથવા ૫૦૦ દેકડા) આપી તે પ્રતિમા લઈ લીધી. અંચલગચ્છના આ૦ મેતુંગસૂરિ (સં. ૧૪ર૬ થી સં. ૧૪૭૧)ના મુખેથી મેઘાશાહ આ પ્રતિમાને પ્રભાવ જાણીને તેને રાધનપુર થઈ નગરપારકર લઈ આવ્યું. ત્યાં તેણે મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો અને સં૦ ૧૪૩૨ ને કાર્તિક સુદિ ૨ ને શનિવારે (અથવા સં. ૧૪૬૫ માં) એક ગાદી ઉપર ગોડી પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપના કરી. ચારે તરફ લોકોમાં તે ચમત્કારી મૂર્તિની ખબર ફેલાઈ જતાં સૌ કોઈ તેના દર્શને આવવા લાગ્યા.
શેઠ કાજલે શેઠ મેઘા શાહ પાસે પિતાની રકમ માગી પણ જ્યારે તેણે જાણ્યું કે, મેઘા શાહ મારી મૂડીમાંથી પથ્થર લાવ્યો છે ત્યારે તે મેઘા શાહ સાથે લડ્યો ને વેર બંધાયું.
મેઘા શાહ પ્રતિદિન પ્રતિમાની પૂજા કરતો હતો. તેને મઈયે અને મેહર નામે બે પુત્રે પણ થયા અને એ રીતે બાર વર્ષ વીતી ગયાં.
મેઘા શાહને એક રાતે એ પ્રતિમાને અજાણ્યા સ્થળે લઈ જવાનું સ્વપ્નમાં સૂચન મળ્યું. મેઘા શાહે સવારે વહેલા ઊઠી એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવા વાછડા જોતરી, તે અજાણ્યા સ્થળ તરફ લઈ જવા તેણે પ્રયાણ આદર્યું. તે ડાબા થલમાં જઈ પહોંચ્યા. ત્યાં ચારે બાજુએ નિર્જન વેરાન હતું. ત્યાં તેણે સ્વપ્નની સૂચના મુજબ ગેડીપુર નગર વસાવ્યું. ત્યાં પાણીને કૂ નીકળે અને ધોળા આકડા નીચેથી તેને ધન મળ્યું.
શેઠે ત્યાં દેરાસરને પાયે નાખે. દેરાસરનું કામ શરૂ થયું. સિરોહીના સલાટે તે કામ ભક્તિથી ઉપાડી લીધું. મેઘા શાહની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી. આથી શેઠ કાજલને તેની ઈર્ષા થવા માંડી.
શેઠ કાજળે પિતાની પુત્રીના લગ્નમાં મેઘા શાહના આખા કુટુંબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org