________________
બેતાલીશમું ] આ. વિજયસિંહરિ
७४७ અર્થાત કર સક આ૦ હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરેલી તે પ્રતિમાઓ (૧) ગેડીપુરમાં, (૨) મહેમદાવાદમાં અને (૩) તારંગામાં છે. વધમાન-સ્થાપના
સૌરાષ્ટ્રમાં વઢવાણુ એ પ્રાચીન ઐતિહાસિક નગર છે.
ભ૦ મહાવીરસ્વામીએ દીક્ષા લીધી પછી પહેલું ચતુર્માસ મેરાક સંનિવેશ અને અસ્થિગ્રામમાં કર્યું. તે અસ્થિગ્રામનું અસલ નામ વર્ધમાનનગર હતું. ત્યાં નદીકિનારે શૂલપાણુ યક્ષે ભગવાનને ઘણા ઉપસર્ગો કર્યા અને પછી થાકીને માફી માંગી, ખમાવીને પ્રભુની પૂજાભક્તિ કરી. ત્યારથી તેનું નામ બ્રહ્મશાંતિ પડ્યું. ત્યાં જૈનતીર્થ સ્થાપન કર્યું હતું. તે સમયના પ્રવાહમાં વિચ્છેદ પામી ગયું.
જેને શંકરાચાર્યની કનડગતથી હિજરત કરી મારવાડ તરફ આવ્યા. ત્યાં તેઓ જે જે પ્રતિમાઓ વગેરે સાથે લાવ્યા હતા તે તે પ્રતિમાઓ, સ્તૂપ વગેરેને સ્થાપન કરી નાંદિયા, દિયાણુ, જોટાણા, સાંડેરાવ, નાણા, મુંડસ્થલ, કેટયર્ક, બામણવાડા વગેરે સ્થળે સ્થાપના તીર્થો બનાવ્યાં. (પ્રક. ૩૭, પૃ. ૩૦૨) આ તીર્થોની સ્થાપના મોટે ભાગે નિવૃતિ કુલના આચાર્યોને હાથે થઈ હતી. આ જ રીતે વિદ્યાધરગચ્છના આચાર્યોએ વિકમની ૯મી સદીમાં વઢવાણ વગેરે સ્થાનમાં સ્થાપના તીર્થો બનાવ્યાં.
સરવાલગ૭ના ચૈત્યવાસી આ૦ જિનેશ્વરસૂરિએ સં. ૧૧૭૩ ના ફાગણ વદિ ૪ ના રોજ વઢવાણમાં શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી.
ગૂજરાતને મહામાત્ય ઉદયન સં. ૧૨૦૮ માં સૌરાષ્ટ્રમાં આવેલા વઢવાણમાં સમાધિપૂર્વક મરણ પામે. તેને અગ્નિસંસ્કાર વઢવાણમાં ભેગાવા નદીના કિનારે થયે અને મહામાત્યના વંશજોએ તથા શ્રીસંઘે નદીકિનારે વર્ધમાન તીર્થની ફરી સ્થાપના કરી. અહીં દેરી બનાવી, ભ૦ મહાવીરસ્વામીની ચરણપાદુકા સ્થાપન કરી હશે. તે પછી આ સ્થાનને વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. છેલ્લો જીર્ણોદ્ધાર વઢવાણના જૈનસંઘે વિક્રમની ૧૯ મી સદીમાં કર્યો હતો. આજે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org