________________
૭૪૪
જે
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સ્થળ યાત્રાનું ધામ મનાય છે. નદીકિનારે નિર્જન પ્રદેશ છે. શાંતિનું એકાંત સ્થાન છે. અહીં યાત્રિકે અવારનવાર યાત્રા કરવા આવે છે.
એ સમયમાં વઢવાણના પ્રદેશમાં વિદ્યાધરગચ્છના જાલિહરશાખાના તેમજ ચંદ્રગચ્છની રાજગચ્છશાખાના આચાર્યો વિચરતા હતા. જાતિહરગચ્છના આ દેવસૂરિએ સં૦ ૧૨૫૪માં વઢવાણ શહેરમાં “પઉમચરિય”ની રચના કરી છે. રાજગચ્છના આ મેજીંગસૂરિએ સં૦ ૧૩૬૧ ના વૈશાખ સુદિ ૧૫ ને રવિવારે વઢવાણ શહેરમાં ઐતિહાસિક ગ્રંથ નામે “પ્રબંધચિંતામણિ ની રચના કરી છે. આ ગ્રંથ આજે ગુજરાતના ઇતિહાસની સામગ્રીમાં મહત્ત્વનો ફાળો આપે છે.
રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૪ માં “સમરાદિત્યસંક્ષેપ રયો છે.
વઢવાણ શહેરમાં સૌ પહેલે ઉલ્લેખ પાજાવસહીને મળે છે. અહીં મઢવંશના પાજા શાહે વિક્રમની ૧૩ મી સદીમાં પાજાવસહી બનાવી, તેમાં વિદ્યાધરગચ્છના આચાર્યોના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ વિશાળ જૈન મંદિર હતું. તે પછી તેની પૌત્રવધૂએ તે દેરાસરમાં નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને પ્રતિમાના પરિકર ઉપરને લેખ આ પ્રકારે છે–
॥६०॥ सं० १३९[-] वैशाख सुदि ३ मोढवंशे श्रे० पाजान्वये व्य० देदासुत व्य० मुञ्जालमार्यया व्य० रतनदेव्या आत्मश्रेयो) श्रीनेमिनाथबिम्ब कारितं प्रतिष्ठितं श्रीजाल्योद्धारगच्छे श्रीसर्वाणन्दसूरिसन्ताने श्रीदेवसूरिपट्टभूषणमणिप्रभुश्रीहरिभद्रसूरिशिष्यैः सुगृहीतनामधेयभट्टारकश्रीचन्द्रसिंहपट्टालङ्करणैः श्रीविबुधप्रभसूरिभिः ॥ श्रीपाजावसहिकायां ॥ भद्रं भवतु ॥ - વઢવાણ શહેરમાં શામળા પાર્શ્વનાથના શિખરબંધી દેરાસર પાસેના ઉપાશ્રયમાં કાળા રંગના પથ્થરનું પરિકર છે તેની પર ઉપર મુજબને લેખ છે.
૧. આ લેખની નકલ શાસન દ્ધારક પં શ્રીહંસસાગરજી ગણિવરે અમને મોકલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org