Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 786
________________ તાલીશમું આ૦ સેમપ્રભસૂરિ, આ મશિનરિ ૭૪૭ . આ સમપ્રભસૂરિ ન્યાયના પારગામી, સર્વ શાસ્ત્રોના જાણકાર, શીઘ્ર કવિ અને સમર્થ ઉપદેષ્ટા હતા. તેઓ આ૦ વિજયસિંહસૂરિના બીજા પટ્ટધર હતા અને શતાથી સમપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ હતા. આ તેમણે સં. ૧૨૮૩ માં ભીલડિયા તીર્થમાં ભવ પાર્શ્વનાથની યાત્રા કરી, વડાવલી (વડાલી)માં ચોમાસું કર્યું હતું. સં. ૧૨૮૪ માં સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી અંકેવાલિયા ગામમાં ચતુર્માસ ગાળ્યું અને સં૦ ૧૨૮૪ માં એ ચતુર્માસમાં જ અંકેવાલિયામાં તેઓ સ્વર્ગસ્થ થયા. - આચાર્યશ્રીએ સં૦ ૧૨૩૮ ના માહ સુદિ ૪ ને શનિવારે માતૃકાચતુર્વિશતિપટ્ટની પ્રતિષ્ઠા કરી, જે પટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. આ૦ સેમપ્રભસૂરિ સમર્થ ગ્રંથકાર હતા. તેમણે નીચે મુજબ ગ્રંથની રચના કરેલી છે – (૧) સુમતિનાહચરિયં-(j૦ ૫૦૦) સં. ૧૨૦૮ થી સં૦ ૧૨૪૦ પાટણમાં મહામાત્ય સિદ્ધપાલની પષાળમાં રચના કરી. (૨) સિંદૂરપ્રકર-જેમાં અહિંસા વગેરે વીશ વિષય ઉપર સરલ, સુબોધ અને હૃદયંગમ ૧૦૦ સુભાષિત જેવાં પદ્ય છેઆ ગ્રંથનું બીજું નામ “સૂક્તમુક્તાવલી” અને “સોમશતક” પણ મળે છે. તાંબર, દિગંબર અને સ્થાનકવાસી સૌ જેને, એટલું જ નહિ અજેને પણ આ પ્રકરણને માને છે અને ભાવથી વાંચે છે. આ પ્રકરણના વિશે વિષયમાંના ઈષ્ટ ઈષ્ટ વિષયેની આરાધનાના હિસાબે દિગંબર જૈનોના વીશપંથી અને તેરાપંથી ભેદે પડ્યા છે. આચાર્યશ્રીએ આ પ્રકરણના ઘણું કલેકે પિતાના “કુમારપાલપડિબેહમાં ઉતાર્યા છે. આ “સિંદૂરપ્રકર” ઉપર ખરતરગચ્છીય આ૦ જિનહિતસૂરિના. શિષ્ય આ ચારિત્રવર્ધને સં. ૧૫૦૫ ના વૈશાખ સુદ ૮ ને ગુરુ વારે ગ્રં૦ : ૪૮૦૦ પ્રમાણુ ટકા રચી છે. નાગરીતપાગચ્છના ભ૦ (નં. ૫૭) હર્ષકીર્તિસૂરિએ સં. ૧૬૬૦ લગભગમાં તેના ઉપર એક ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820