________________
૭૩ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
આ૦ સેમપ્રભસૂરિ લખે છે કે, ગુડસન્થને રાજા વેણુવચ્છરાજ પ્રથમ જૈન હતો. તેણે તારાદેવીનું મંદિર બંધાવ્યું અને તારાપુર વસાવ્યું. વળી, તેણે સિદ્ધશિલા અને કટિશિલામાં જૈન દેરાસર બંધાવ્યાં. પાછળથી તેને દિગંબરે દબાવી બેઠા. ગૂર્જરેશ્વર કુમાર પાલની આજ્ઞાથી યશદેવના પુત્ર દંડનાયક અભયકુમારે અહીં ભ૦ અજિતનાથનું ૩૨ માળનું ઉન્નત જિનાલય બંધાવ્યું.
(કુમારપાલપડિબેહ, પ્રસ્તાનાઃ પ, પૃ. ૮) સાક્ષર મેહનલાલ દેસાઈ જણાવે છે કે, અહીં આર્ય ખપુટના સમયે તારાદેવીનું મંદિર અને પાછળથી સિદ્ધાયિકાદેવીનાં મંદિરો બન્યાં હતાં. (-જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૦૦)
આ પ્રમાણથી સ્પષ્ટ છે કે, તારંગાગિરિ એ પ્રાચીન કાળથી જેન તીર્થ રહ્યું છે. મધ્યયુગમાં તેનું માહાત્મ્ય ઘટી ગયું હશે પરંતુ વિકમની તેરમી શતાબ્દીથી તેણે પોતાની પૂર્વકાલીન જાહોજલાલી પુનઃ પ્રાપ્ત કરી છે. છેલ્લા ૮૦૦ વર્ષને તેને ઇતિહાસ આ પ્રકારે મળે છે –
ગૂર્જરેશ્વર કુમારપાલે અજમેર જીતવા માટે છેલ્લી ચડાઈ કરી, ત્યારે મંત્રી બાહડની પ્રેરણાથી તેના ઘર દેરાસરના ગોખલામાં વિરાજમાન ભ૦ અજિતનાથની પ્રતિમાની પૂજા-ભક્તિ કરીને પ્રયાણ કર્યું હતું. તેમાં તેને વિજય મળ્યું હતું. તે પછી સં૦ ૧૨૧૬ માં તે પરમહંત–જેન બન્યા. તેને માંસાહારની પ્રતિજ્ઞા હતી. એટલે એક
*
* * * વાર ઘેબર ખાતાં તેને માંસાહારને રસાસ્વાદ આવ્યો. આથી તેણે ગુરુમહારાજ પાસે તેનું પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેને પ્રાયશ્ચિત્ત આપ્યું કે, “બત્રીશ દાતેની શુદ્ધિ માટે તમારે ૩૨ જિનાલય બનાવવાં જોઈએ.”
ગૂર્જરેશ્વરે પ્રાયશ્ચિત્તમાં પાટણ, શત્રુંજય, (ગિરનાર), આબૂ, નાડોલ (), જાલોર વગેરે સ્થળે જુદા જુદા તીર્થકરોનાં ૩ર કુમાર વિહાર-જિનાલય બંધાવ્યાં. એક દિવસે તેને સ્મરણ થઈ આવ્યું કે, “મને ભ૦ અજિતનાથની સેવાથી વિજય મ હતું એટલે તેમનું વિશાળ મંદિર બંધાવવું જોઈએ, આચાર્યશ્રીએ પણ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org