________________
૭૩૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ] પધરાવી હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ એ પ્રતિમાને તેડવાને ઈરાદે કર્યો, પણ ભેજકે એ બાદશાહની હાજરીમાં જ દીપક રાગ ગાઈને ૧૦૮ દીવા પ્રગટાવ્યા, ત્યારે એક સર્પ પ્રગટ થઈને સુલતાન સામે આવી બેઠે. સુલતાન તે આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું : “આ દેવ તે બાદશાહના બાદશાહ સુલતાન છે.” એમ સમજીને તેણે એ પ્રતિમા તેડી નહીં. તે સમયથી એ પ્રતિમા “સુલતાન પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધિ પામી.
સિદ્ધપુરમાં સં. ૧૬૪૫ માં નાગર વગેરે જેનેનાં ઘરે હતાં. એ સમય સુધી પાંચ દેરાસરે હતાં. અહીં જ મહાપાધ્યાય ભાનુચંદ્રગણિને જન્મ થયો હતો. મહોપાધ્યાય થશેવિજયજી ગણિવરે અહીં જ દિવાળીના દિવસે માં “જ્ઞાનસાર”ની રચના કરી હતી.
આજે અહીં જેનેનાં ઘરે છે. બે દેરાસરે છે. ઉપાશ્રય પણ છે.
ભ૦ વિજયરત્નની આજ્ઞામાં રહેતા પં. કે સરકુશલે સં. ૧૭૫૮ ના કાર્તિક સુદિ ૫ ના રોજ ચિદ્ધપુરમાં “સૌભાગ્ય પંચમી” સ્તવન (કડીઃ ૭૫) રચ્યું છે. પાટણના શેઠ કચરા કીકાભાઈએ સં. ૧૮૨૧ ના માહ વદિ ૨ ના રોજ સુરતથી યાત્રા સંઘ કાઢયો હતો, જેમાં આણંદસૂરગચ્છના ભ૦ વિજયેદસૂરિ વગેરે હતા, તે સિદ્ધપુરમાં યાત્રા નિમિત્તે આવ્યા ત્યારે અહીં ચાર દેરાસરો વિદ્યમાન હતાં.
(–જેનસત્યપ્રકાશ, ક્ર૯૪ થી ૯૮) (-દ્વયાશ્રયમહાકાવ્ય, સર્ગઃ ૧પ, લે૧૬, કુમારપાલપડિબેહો, જેન તીર્થોને ઇતિહાસ, જૈનતીર્થ સર્વસંગ્રહ, જેન
સત્યપ્રકાશ, ક્ર. ૧૦૪, પૃ. ૩૬૮) શિહેર–
ભાવનગર અને પાલીતાણાની વચ્ચે પહાડીઓથી ઘેરાયેલું શિહેર નામે નગર છે. તેનું સંસ્કૃત નામ શ્રી પુર હોવાનું જાણવા મળે છે. રાજા સિદ્ધરાજે તેને આબાદ કરી બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું. વસાજી ગોહિલે તે જીતી લીધું ત્યારથી તે ભાવનગર રાજ્ય માં ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org