________________
૧૭ ૩૩
બેતાલીશમું ] આ વિજયસિંહરિ - ૭૩૩
અહીંની પહાડીમાં શત્રુંજય તીર્થની માદેવા નામે ટૂંક છે.
તપાગચ્છના શ્રીપૂજ વિજય જિનેન્દ્રસૂરિ અહીં કાળધર્મ પામ્યા હતા, તેમની પણ અહીં ટૂંક છે. તેમની ચરણપાદુકા વગેરે અહીં વિદ્યમાન છે. શત્રુંજય તીર્થ ઉપર પણ તેમની “શ્રીપૂજ ટૂંક” બનેલી છે. .
. (જૂઓ પ્રક. ૫૮) તપાગચ્છાધિરાજ શ્રીમુક્તિવિજયજી ગણિવરે અહીં ચતુ ર્માણ કર્યું હતું. તેઓ આ પહાડી ઉપર મધ્યાહુને તથા બીજા-ત્રીજા પહેરે ચાર ચાર કલાક ધ્યાન કરતા હતા. અહીંનો જૈન સંઘ તેમને ભક્ત છે. સંઘે તેમની પ્રતિમાજી પણ પધરાવી છે.
તેમને શિષ્ય મુનિવર ગુણવિજયજી અહીં જલજાત્રાના વરઘોડામાં પલેઠી વાળીને સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા હતા. પૂ. આ૦ આત્મારામજી તથા પૂવ ગુલાબવિજયજી મહારાજનું સં૧૯૪૩ માં અહીં ઐતિહાસિક મિલન થયું હતું.
આજે અહીં વેતાંબરનાં...ઘર છે. બે દેરાસરે છે. ઉપાશ્રય અને પાઠશાળા વિદ્યમાન છે.
વસ્તુતઃ સિદ્ધરાજે જેમ સિંહ સંવત ચલાવ્યો તેમ સિંહપુર પણ વસાવ્યું. આ મેરૂતુંગસૂરિ લખે છે કે, “રાજા સિદ્ધરાજે કોઈ અવસરે વાલા, પ્રદેશની પહાડી ભૂમિમાં સિંહપુર નામે બ્રાહ્મણોને અઝહાર સિંહપુર સ્થાપન કર્યું. તેની નીચે ૧૦૩ ગામ હતાં.
(–પ્રબંધચિંતામણિ અહીં (૧) રણુ (રાજકર્તા) અને (૨) જાની (યજ્ઞ કરનાર) એમ બે પ્રકારના બ્રાહ્મણે વસતા હતા. તેમાં એક કન્યાના કારણે ભારે કલેશ ઊભું થયું. તે બન્ને પક્ષો સામસામે લડ્યા. બ્રાહ્મણે મરાયા તે ભૂમિ આજે પણ “ગોઝારી ભૂમિ” નામે પ્રસિદ્ધ છે.
રણાએ ગારિયાધારના ઠા. કાંધાજી ગોહિલની મદદ માગી. ઉમ રાલાને વીસાજી ગેહેલે ઓચિંતે હલ્લે કરી શિહેરને પિતાના કબજે કર્યું. લોકે ગેઝારી ભૂમિ સમજીને ત્યાં વસ્યા નહીં, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org