________________
७३०
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મનાય છે. વસ્તુતઃ ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાળવવામાં જૈન સાહિત્ય માટે ફાળો આપ્યો છે. - આ પ્રદેશ તરફ મુસલમાને અવારનવાર હુમલાઓ કરીને નગરે ભાંગતા ને જનતાને લૂંટી લેતા. દેરાસરે અને મંદિરની મૂર્તિઓને તેડતા અને સંઘરેલા સાહિત્યને પણ બાળીને ભસ્મ કરી નાખતા. ભાગ્યે જ એવું કઈ નગર હશે જે મુસલમાનોનાં ધાડાંઓથી બચેલું હાય. પરિણામે સાહિત્યને માટે લાગ આવા હુમલાઓને ભેગ બને છે. બચેલા સાહિત્યનું રક્ષણ કરવું એ જ માત્ર સૌની ચિંતાનો વિષય હતો.
જેસલમેર એવા સ્થળે વસ્યું કે જ્યાં ચારે તરફ કેશ સુધી માત્ર રેતીનાં ભયાનક મેદાને જ નજરે પડે. સેનાઓ કે ધાડાંઓ ત્યાં જવાને ભાગ્યે જ વિચાર કરે. આવા એકાંત અને સુરક્ષિત સ્થાનને લાભ લેવાનું જૈનાચાર્યોને સૂઝી આવ્યું અને પાટણ, ખંભાત, ભરુચ, વડનગર, વઢવાણ વગેરે સ્થળેના સાહિત્યભંડારે આ સ્થળે લાવીને મોટા જ્ઞાનભંડારે સ્થપાવ્યા. આ રીતે આજ સુધીમાં સંગ્રહીત થયેલા સાહિત્યમાં મોટી મોટી તાડપત્રીઓમાં લખેલા અનેક ગ્રંથ અહીંના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહી શક્યા છે. આગમપ્રભાકર પૂર મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ અથાગ પરિશ્રમ અને પરીષહે સહીને એ ગ્રંથભંડારેનું નિરીક્ષણ કર્યું, એટલું જ નહિ તેની સુરક્ષા માટે સારે પ્રબંધ પણ કર્યો છે. વળી, એ સાહિત્ય સુલભ બને એ માટે તેમણે ત્યાંની મહત્ત્વની અને અન્યત્ર અનુપલબ્ધ પ્રતિઓની ફિલમ ઉતરાવવાની વ્યવસ્થા પણ કરેલી છે.
ખુશી થવા જેવું તો એ છે કે, કેટલાક પ્રાચીન ગ્રંથે જે અલભ્ય હતા તેની પ્રતિઓ અહીંથી મળી આવી છે. જે “વાદમહાર્ણવ” માં પ્રાચીન ગ્રંથના પાઠે રમશુદ્ધ મળતા હતાજેમાં વિકમની નવમી શતાબ્દી પહેલાંના પૂર્વ પક્ષે સંગ્રહીત છે, જે ઉપલબ્ધ બૌદ્ધ સાહિત્યના આધારે પણ શુદ્ધ થઈ શકે તેવા નહોતા તેના વિશુદ્ધ પાડે અહીંથી મળેલી પ્રતિમાંથી મળ્યા છે. આવા અનેક ગ્રંથે વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org