________________
७२८
જે પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મહ૦ ભાનુચંદ્ર ગણિ તથા સિદ્ધિચંદ્ર ગણિ જહાંગીરના આમ ત્રણથી ફરી વાર આગરા પધાર્યા ત્યારે વચમાં મેડતા ઘણા દિવસ રોકાયા હતા ત્યારે આ તીર્થ માટે ખરતરગચ્છવાળાએ ઝઘડે ઊભે કર્યો હતો. મહોપાધ્યાયજીએ પ્રમાણે આપી આ તીર્થને તપાગચ્છનું બતાવી તપાગચ્છને સોંપાવ્યું હતું.
અહીં દેરાસરમાં સં. ૧૬૨૫ ના ફાગણ વદિ ૧૦ ને ગુરુવારે મૂલ નક્ષત્રમાં સિદ્ધિગમાં પ્રતિષ્ઠિત થયેલી આ ધર્મઘોષસૂરિની ચરણપાદુકા છે.
આ ફલોધિ તીર્થ આજે મેડતા સ્ટેશન પાસે વિદ્યમાન છે. ત્યાં જેનેનાં ઘરે નથી. માત્ર તીર્થ મંદિર મૌજુદ છે.
(–નાગેન્દ્રગથ્વીય આ૦ જિનભદ્રની પ્રબંધાવલી સં. ૧૨૯૦, આ૦ જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થક૫, મહ૦ જિનપાલની ગુર્નાવલી, ઉપદેશતરંગિણી, પં૦ સેમધર્મની ઉપદેશસતતિકા સં. ૧૫૦૩, મહોપાધ્યાય ધર્મસાગરની તપગચ્છપટ્ટાવલી, મહ૦ ક્ષમા કલ્યાણનો પર્વકથાસંગ્રહ,
સં. ૧૮૬૦, જેનસત્યપ્રકાશ, કાંકઃ૪૦, ૪૪, ૪૭) વરકાણું—
રાણ સ્ટેશનની પાસે વરકાણા નામે નાનું ગામ છે. અહીં વિક્રમની તેરમી શતાબ્દીમાં જૈન મંદિર બંધાયેલું છે. રંગમંડપની ચોકીમાં સં૦ ૧૨૧૧ ને લેખ છે. અહીં મૂળનાયક ભવ પાર્શ્વનાથની પ્રાચીન ધાતુપ્રતિમા છે. તેનું પરિકર સં. ૧૭૦૭ માં બનેલું છે. મેવાડના રાણું જગતસિંહે તપાગચ્છીય આ૦ વિજયદેવસૂરિના ઉપદેશથી અહીંના માગશર વદિ ૮, ૯, ૧૦, ૧૧ ને દિવસે ભરાતા મેળામાં મહેસૂલ માફ કર્યું તેનો શિલાલેખ અહીં વિદ્યમાન છે. ગોલવાડની પંચતીથીનું આ એક મેટું તીર્થ છે.
આ. વિજયદાનસૂરિએ સં૦ ૧૬૨૮ માં વરકાણુમાં ભ૦ પાર્શ્વ નાથના જિનાલયમાં ૧.પ૦ રાજવિમલ, ૨. પં. ધર્મસાગર અને ૩. ૫૦ હીરહર્ષને ઉપાધ્યાયપદ આપ્યું હતું. (જૂઓ પ્રક. ૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org