________________
કર
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ને
[ પ્રકરણ
બેસાડવામાં આવી છે. (-ઉપદેશપ્તતિકા, સ’૦ ૧૫૦૩, વીરવ શાવલી, જૈનસત્યપ્રકાશ, ૬૦ : ૧૬૨ થી ૧૬૮)
ખરતગચ્છના (૫૧) આ૦ જિનભદ્રના મહા॰ સિદ્ધાંતરુચિ, તથા (૫૪) આ૦ જિનહંસ જીરાવલા પાર્શ્વનાથના મોટા ભક્ત હતા. (જૂએ પ્રક૦ ૪૧)
લાધિ પાર્શ્વનાથ તીર્થ, સં॰ ૧૧૯, સ૦ ૧૨૦૪
વડગચ્છના આ વાદિદેવસૂરિએ શાકભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચતુર્માસ વીતાવ્યુ હતું અને લેાધિમાં માસકલ્પ કર્યું હતું. તેઓ મેડતામાં હતા ત્યારે સ૦ ૧૧૯૯ ના ફાગણ સુદ ૧૦ ને ગુરુવારે લેાધિમાં શેડ પારસદાસના હાથે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ ત્યારે આચાર્યશ્રીએ પેાતાના શિષ્યા ૫૦ ધામગણિ અને ૫૦ સુમતિને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શેઠે તેમના વાસક્ષેપથી તે દિવસે પ્રતિમાજીને ઉડાવી નગરપ્રવેશ કરાવ્યો અને સ્થાપના કરી. તે પછી આ સ્થાન ફ્લાધિ પાર્શ્વનાથ ના નામથી પ્રસિદ્ધ થયું.
શેડ પાસ રાજગચ્છના આ॰ ધઘાષસૂરિના ભક્ત હતા. તે ધર્મપ્રેમી હતા પણ નિન હતા. તેને વિશાળ જિનાલય બંધાવવાની ઉત્કટ ભાવના હતી. આથી પ્રતિમાના અધિષ્ઠાયકદેવે તેને જણાવ્યું કે, ‘તું પ્રભુ સામે હંમેશાં ચાખાનેા સાથિયા કરજે, જે સ્વયં સાનાના અની જશે.
શેઠે આ રીતે સેાનુ` મળવાથી ચૈત્ય બંધાવવાના પ્રારંભ કર્યો, પણ એક દિવસે શેડના પુત્રાએ પિતાને પૂછ્યું કે, ‘આપણે નિધન છીએ તે મંદિર માટે આ રકમ કયાંથી આવે છે ?” શેઠે તેઓને દેવસહાયને વૃત્તાંત જણાવ્યા. પુત્રો એ વાતની પાકી ખાતરી કરવા માટે રાતે દેરાસરમાં સતાઈ ગયા, તે દિવસથી અધિષ્ઠાયક દેવે સાથિયાને સેાનાને મનાવવાનુ બંધ કર્યું. પરિણામે દેરાસર અધૂરું રહ્યું.
હવે શ્રીસ ઘે આ દેરાસરનું કાર્ય સંભાળી લીધું. શેડ લટે ચૈત્ય બંધાવ્યું. સઘે મડપ બંધાવ્યે! અને શેઠ મુનિચંદ્રે ઉત્તાનપટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org