________________
બેતાલીશમું 1 આ. વિજયસિંહરિ
૭૨૫ ના આ૦ મલયચંદ્ર, આ. વિજયચંદ્ર વગેરેના ઉપદેશથી અલગ અલગ બાવન દેરીઓના જીર્ણોદ્ધાર થયા. આ સેમસુંદરસૂરિના પરિ. વારના ઉપદેશથી આમાં ઘણા ઉદ્ધાર થયા.
હાલ વિકમની એકવીસમી શતાબ્દીમાં જુદા જુદા ગામના તપગચ્છના સંઘની મદદથી એ તીર્થને માટે જીર્ણોદ્ધાર થયે છે.
આ તીર્થ ઘણું પ્રાભાવિક મનાય છે. અહીંની યાત્રા માટે અનેક આચાર્યો, યાત્રાસંઘે અને યાત્રિકે શરૂઆતથી તે આજ સુધી આવતા રહ્યા છે. કેઈ પણ સ્થાને જિનપ્રતિષ્ઠા હોય ત્યારે નવા દેરા સરમાં મૂળ મંત્ર તરીકે કેસરથી પ્રથમ રાવaાર્થનાથાય નમ:' એમ લખવામાં આવે છે.
આ૦ વાદિદેવસૂરિના શિષ્ય આ પ્રદેશમાં વિચરતા હતાજેઓ જીરાવ લાગચ્છના નામથી ખ્યાતિ પામ્યા. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) - જીરાવલા એ પહાડીની વચમાં આવેલું ગામ છે. પ્રદેશ લીલાછમ છે. શેભનીય સ્થાન છે. આબૂ પહાડથી તે પશ્ચિમ દિશામાં છે. અહીંથી મડાર ૭ કેસ અને વરમાણ ૪ કેસ દૂર છે. અણદરાથી ૧૦ કેસ થાય છે. અહીં શ્રાવકેનાં દશ ઘર છે અને ઉપાશ્રય છે.
બાવન જિનાલયવાળું આ તીર્થ મંદિર પહાડની તળેટીમાં વિદ્યમાન છે. મૂળ ગાદી ઉપર ભ૦ નેમિનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. જ્યારે ગભારા બહાર ડાબી તરફની દિવાલના ખાંચાના બે ગોખમાં ભ૦ જીરાવલા પાશ્વનાથની અને દાદા પાર્શ્વનાથની એકસરખી બે નાની પ્રતિમાઓ વિરાજમાન છે.
પ્રથમ જગન્નાથપુરીમાં જીરાવલા પાર્શ્વનાથ હતા. સં. ૧૧૯૧ થી જીરાપલ્લીમાં જીરાવલા પાર્શ્વનાથ છે. આજે આ તીર્થના આધારે ઘાણેરાવ, નાડલાઈ, નાડેલ, જોટાણુ પાસેનું બેલેલ, ઘાટકોપર (મુંબઈ) વગેરે અનેક સ્થાનેમાં જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમાઓ
૧. વરમાણ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૬૭; પ્રક. ૩૭, પૃ. ૨૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org