________________
૭૨૩
બેતાલીશમું ] આ વિજયસિંહરિ પહાડની ગુફામાં જઈ દૂધ ઝરી આવતી હતી. ભરવાડે તે વાત શેઠને જણાવી. શેઠે પણ ત્યાં જઈ એ વાત સાચી હોવાની ખાતરી કરી. શેઠને તે જ રીતે સ્વપ્નમાં લીલા ઘોડા ઉપર બેઠેલા એક સુંદર પુરુષે આવીને કહ્યું કે, “ત્યાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા છે. હું તેને અધિષ્ઠાયક છું, એ પ્રતિમાની પૂજા પ્રભાવના થાય તેમ કર” શેઠે સવારે ત્યાં જઈ પ્રતિમાજીને બહાર કાઢી અને રથમાં બેસાડી. એ જ સમયે જીરાવલાના સંઘે ત્યાં આવીને જણાવ્યું કે, “આ પ્રતિ, માજી અમારા ગામની સીમમાંથી નીકળી છે, એટલે અમારી છે.” આ તકરાર મટાડવા નક્કી થયું કે, રથમાં એક બળદ વરમાણુને અને બીજે બળદ જીરાવાલાને એમ બે બળદ જોડવા. એ બળદે જે તરફ જાય તે સ્થળે પ્રતિમા લઈ જવાનો નિર્ણય થયા. બળદે. તો જીરાવલા તરફ જ જવા લાગ્યા એટલે સૌએ માન્યું કે, અધિઠાયકની એવી ઈચ્છા લાગે છે.
પ્રતિમાજી જીરાવલામાં આવ્યાં અને ભ૦ મહાવીરસ્વામીને દેરાસરમાં તે પ્રતિમાને પધરાવ્યાં. તે પછી શ્રીસંઘે મેટું દેરાસર બંધાવી તેમાં વડગચ્છના આ અજિતદેવસૂરિના હાથે સં૦ ૧૧૧ માં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે સમયથી એ જીરાપલ્લી પાર્શ્વ નાથનું તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું અને મહિમા વધવા લાગે.
એક વાર જાલેરના મુસલમાનેએ આ તીર્થને તોડવાને ઈરાદે કર્યો પણ તેમાં તેઓ ફાવ્યા નહીં. આથી સાત શેખ-મેલવીએ જેન યતિને વેષ ધારણ કરી મંદિરમાં આવ્યા. તેઓએ રાત્રે મંદિરમાં લેહી છાંટી તેને અપવિત્ર બનાવ્યું અને પ્રતિમાને તોડીને નવ ટુકડા કર્યા. આ કૃત્યથી તેઓ બેભાન થઈ નીચે પટકાઈ પડ્યા અને બહાર નીકળી શક્યા નહીં. સવારે પકડાઈ ગયા ત્યારે ત્યાંની જનતાએ તેઓને પકડીને મારી નાખ્યા.
આ ઘટનાથી સૌને દુઃખ થયું. શેઠે ઉપવાસ કર્યો અને દેવે રાત્રે સ્વપ્નમાં જણાવ્યું કે, “તમે ખેદ ન કરે. ભાવિભાવ હોય તે જ બને છે. હવે દરવાજો બંધ કરીને નવ શેર લાપસી બનાવી તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org