________________
૫૫૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્ય ઉદયસિંહસૂરિએ તેની સાથે વાદ કર્યો. તેમણે જીવ માત્ર સિદ્ધ અવસ્થામાં તથા વકગતિના ત્રણ સમયમાં આહાર લેતા નથી, બાકી તો તે નિરંતર આહાર લે જ છે. એટલે કેવલીને આહારને અભાવ માને એ તો ભ્રમણા જ છે. આ વિશે નંદિમુનિ વગેરે અનેક દષ્ટાંતે મળે છે. મરુદેવી માતા હાથીના હોદ્દા ઉપર બેઠેલી અવસ્થામાં મોક્ષે ગયાં. આથીયે એ ચક્કસ છે કે, સ્ત્રી મેક્ષે જઈ શકે છે. ઈત્યાદિ પ્રમાણે આપી તેને હરાવ્યું.
તેમણે “ડિવિહીદીપિકા, સં. ૧૨૯૫ માં ચેઈવિંદદીપિકા અને સં. ૧૨પ૩માં શ્રીપ્રભસૂરિએ રચેલા “ધર્મવિધિ ગ્રંથ ઉપર ટીકા (jo : ૫૫૨૦) રચી છે.
આચાર્યશ્રીએ આખરે ચંદ્રાવતી પધારી શ્રાવકને ભલામણ કરી કે, “કછૂલીમાં સાજણ શેઠને એક છ મહિનાને પુત્ર છે તેને મારી પાટે સ્થાપજો.”
તેઓ સં. ૧૩૦૨ માં કાળધર્મ પામ્યા.
તે પછી બીજે વર્ષે એટલે સં. ૧૩૦૩ માં ગોઠી શેઠ શ્રીપાલ વગેરે શ્રાવકેએ ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં મૂળનાયક ભ૦ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિમાના જૂના પરિકોને સ્થાને નવું પરિકર બનાવ્યું.
૪૫. આ૦ કમલસિંહસૂરિ–તેઓ કચ્છલીના શ્રીવત્સકુળના શેઠ છાહડ પિરવાલના વંશના શેઠ સાજનના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૩૦૧માં, દીક્ષા સં. ૧૩૦૬માં અને સં. ૧૩૦૮ના વિશાખ સુદિ ૩ ના દિવસે તેમને આચાર્ય પદ મળ્યું. સંઘે તેમને આ ઉદયસિંહ સૂરિની પાટે સ્થાપન કર્યા. તેમણે ગૌતમસ્વામીને મંત્ર સાધ્યું. તેમણે
ગોધાન ક્ય. અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ગુજરાત, મેવાડ, માલવા, ઉજજૈન વગેરે સ્થાને વિહાર કરી ઘણી શાસનપ્રભાવના કરી. તેમણે સં. ૧૩૩૭માં યણ નગરમાં પિતાની પાટે આ પ્રજ્ઞાતિલકને સ્થાપના કરી અનશન સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું.
૪૬. આ૦ પ્રજ્ઞાતિલકસૂરિ–તેઓ શ્રીવત્સકુળના શેઠ છાપડના વંશના પોરવાડ હતા. તેમને સં૦ ૧૩૩૭ માં આચાર્યપદ મળ્યું. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org