________________
૬૬૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ
[ પ્રકરણ નેમિનાથનું દેરાસર લાકડાનું બનેલું હતું, તે જીર્ણ હાલતમાં હતું. મંત્રી સજને રાજગછના આ ભદ્રેશ્વરસૂરિ, જેઓ સદા એકાંતરે ઉપવાસનું તપ કરતા હતા, તેમના ઉપદેશથી એ દેરાસરને પાયામાંથી જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ કાર્યમાં સૌરાષ્ટ્રની ઉઘરાણુંમાંથી ૭૨ લાખ જેટલું દ્રવ્ય ખરચીને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. રાજા જ્યારે એ ઉપજની રકમ માગે ત્યારે વણથલીના સંઘ પાસેથી એ રકમ મળે એવો પ્રબંધ પણ કર્યો. એ પ્રાસાદ શિલ્પશાક્ત “પૃથ્વી જયપ્રાસાદ” બન્યું હતું. એ પ્રાસાદના ફળ વિશે જણાવ્યું છે કે
“gવંવિધું વિધરે ય પ્રસાદં કૃથિવીકાયન્સ पृथ्वीं विजयते कृत्स्ना निर्जितारिः स पार्थिवः ॥”
(–ભેજકૃત સમરાંગણુસૂત્રધાર, અ. પ૭) રાજા સિદ્ધરાજ સં. ૧૧૮૫ માં ગિરનારમાં યાત્રા નિમિત્તે આવ્ય, ત્યારે આ “પૃથ્વીજય પ્રાસાદ” જોઈને ઘણો જ પ્રસન્ન થયું. તેણે સૌરાષ્ટ્રની ઉપજની રકમ માગી ત્યારે મંત્રી સજજને યથાસ્થિત વાત જણાવીને ખુલાસે કર્યો કે, “મહારાજ! મેં આ પ્રાસાદમાં ઉપજની રકમ ખરચી નાખી છે, છતાં આપ આજ્ઞા કરો તો વણથલીન શ્રીસંઘ પાસેથી એટલી રકમ લાવી આપું.” રાજા તે આ પ્રાસાદ જોઈને ખુશ થયા હતા એટલે તેણે કહ્યું, “મંત્રીવર ! તમે આ જિનપ્રાસાદ રાજ્યના ખજાનામાંથી બનાવ્યો એ ઉચિત જ થયું છે, કેમકે પૃથ્વીજય પ્રાસાદનો લાભ પૃથ્વી પતિને જ મળવો જોઈએ. હું આ લાભને કેમ જતો કરું? આ રકમ રાજ્યના ચોપડામાં જિનમંદિર ખાતે ઉધારી દે, વણથલીથી લાવવાની જરૂર નથી.” તીર્થરક્ષા–
રાજા સિદ્ધરાજે ભ૦ નેમિનાથની પૂજા કરી અને કાયમી પૂજા માટે ૧૨ ગામ ભેટ કર્યા. તીર્થની પવિત્રતા જળવાઈ રહે તે માટે યોગ્ય નિયમ ઘડી આપ્યા :–આ તીર્થમાં કોઈએ (૧) આસન વગેરે ઉપર બેસવું નહીં, (૨) શય્યા ઉપર નિદ્રા લેવી નહીં, (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org