________________
એકતાલીમું ] આ અજિતદેવસૂરિ રઈ કરવી નહીં, (૪) ભૂજન કરવું નહીં, (૫) દહીં વલોવવું નહીં, (૬) સ્ત્રીસંગ કરે નહીં, (૭) સુવાવડ કરવી નહીં વગેરે આ નિયમ આજ સુધી પળાય છે.
વણથલીના શેઠ ભીમ સાથરિયા વગેરે શ્રીસંઘે ભ૦ નેમિનાથના પ્રાસાદના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ રૂપિયાની ટીપ કરી રાખી હતી, પણ એ લાભ રાજા સિદ્ધરાજે લીધે તેથી સંઘે ૭૨ લાખ ખરચીને વણથલીમાં ભવ્ય દેરાસર બંધાવ્યું. શેઠ ભીમે ભ૦ નેમિનાથને ઝવેરાતને હાર પહેરાવ્યા. - મંત્રી સજજન પાકે જૈન હતો. તે પ્રતિદિન જિનપૂજા અને પ્રતિકમણ કરતો હતો. તેણે યુદ્ધવેળાયે પણ પ્રતિક્રમણ છોડયું નહોતું.
મંત્રી સાંતૂ તથા મંત્રી સજજને રાજગચ્છના તપસ્વી આ૦ ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી વડઉદયમાં મેટી રથયાત્રા કઢાવી હતી.
(-સિર્જસચરિય) રાજા કુમારપાલે સં. ૧૨૦૮ માં માળવા જી અને ત્યાંના દંડનાયક તરીકે મંત્રી સજજનને નીખે. મંત્રીએ પણ સમિધેશ્વરના મંદિરમાં દીવા માટે એક ઘાણાનું દાન આપ્યું હતું. રાજા કુમારપાલે પાટણમાં સં૦ ૧૨૧૬–૧૭ માં ત્રિભુવનપાલવિહારની પ્રતિષ્ઠા કરી. તે ઉત્સવમાં મંત્રી સજજન ત્યાં હાજર હતે.
(–ઉપદેશસાર, ઉપ૦ ૪૮) સજજન સૌરાષ્ટ્રને દંડનાયક હતો. તે અરસામાં ભિન્નમાલ તેમજ પાટણના શ્રીમાળી જૈનેનાં ઘણું કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસ્યાં હતાં.
મંત્રી સજજન બાલ મૂળરાજના સમયે (સં. ૧૨૩૨ થી સં. ૧૨૩૪) ગુજરાતને મહામાત્ય હતો. રાજાને તેની વ્યુહરચના
૧. ચતુરાધ્યક્ષઃ સેનાનીદનાર . (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૭૭)
– હાથી, ઘોડા, રથ, પગપાલા સેના એ ચતુરંગી સેના તથા દંડનીતિથી પ્રદેશનું શાસન કરનાર હોય તે દંડનાયક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org