________________
६७४
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર “ઉત્તરઝયણ લખાવ્યું, તે પ્રતિ પાટણમાં છે.
(-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૨૫) सन्मर्यादो गभीरो धनरसनिचितः साधुपाठीनहेतु-..
नित्यं लक्ष्म्या निवासः कुलधरनिलयः सद्वसुस्थानमुच्चैः । कुल्याधारो गरीयान् प्रचुरतरलसत्कोटिपात्रोपशोभी
वंशः प्राग्वाटपुंसां क्षितितलविदितः वर्तते साधुकल्पः ।। સં. ૧૧૧ ના ભાદરવા સુદ ૮ ને ભમવારે ધવલક્કમાં ખેડાના પં. વામુકે ગણિની દેવશ્રી માટે “પુષ્પવતી-કથા” લખી.
(જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૩૮) મંત્રી આલિંગદેવ
મહામાત્ય આલિગ પણ ઇતિહાસના પાને ચમકે છે. સં. ૧૧૫ર માં રાજા સિદ્ધરાજે સિદ્ધપુર વસાવી ત્યાં સં૦ ૧૧૮૪ માં સિદ્ધવિહાર તથા રુકમાલ બંધાવ્યાં. મંત્રી આલિગે તે જ સમયે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર કરાવ્યો, આ ચતુર્મુખવિહારના ધોરણે શા ધન્નાશાહ પિરવાડે સં. ૧૮૯૬ ના ફા. વ૦ ૫ ના રોજ રાણકપુરમાં ભ૦ ઋષભદેવસ્વામીને ત્રલોકપદીપક પ્રાસાદ નામનો ચતુર્મુખજિનપ્રાસાદ બનાવ્યા.
મંત્રી આલિગદેવે ખંભાતમાં ઉપાશ્રય બનાવ્યું હતું. તેમાં આઠ સંમતિલકસૂરિ સં૦ ૧૩૭૩ માં સ્વર્ગે ગયા.
સિદ્ધરાજે સં૦ ૧૧૨-૯૩ માં માળવા પર ચડાઈ કરી ત્યારે પાટણની રક્ષાનો ભાર મંત્રી આલિગને સૅ હતો.
રાજા કુમારપાલે એક વાર પૂછયું કે, “મંત્રીવર! એ બતાવે કે, હું સિદ્ધરાજથી ઊતરતો છું કે તેમના સરખું છું કે તેમનાથી ચડિયાત છું? હું વચન આપું છું કે, આના ઉત્તરમાં તમે જે કહેશે તે સાંભળીને હું જરાયે ગુસ્સો નહીં કરું. માટે જે વાસ્તવિક હોય તે જ બતાવજે.”
મંત્રી આશુકે જવાબ આપ્યો, “રાજન ! રાજા સિદ્ધરાજમાં ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org