________________
૬૭૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ની વ્યવસ્થાવાળા ઉપાશ્રયમાં રહીને જ “કુમારપાલપડિહો'ની રચના કરી હતી. - આ કવિરાજ સિદ્ધરાજ, કુમારપાલ, અજયપાલ અને બાલ મૂળરાજની સભાને માન્ય વિદ્વાન હતા એટલે તેને સમય સં. ૧૧૮૦ થી સં. ૧૨૪૫ સુધી જણાય છે.
(૪) કવિ વિજયપાલ–તે કવિ સિદ્ધપાલને પુત્ર હતું. તેણે સંસ્કૃતમાં “દ્રૌપદીસ્વયંવરનાટક” અંક: ૨ રચ્યું છે. રાજા ભીમદેવ (બીજા)ના રાજકાળમાં તેની આજ્ઞાથી વસંતોત્સવમાં ત્રિપુરુષદેવની સામે ભજવાયું હતું, જે સાંભળીને પાટણની જનતા ખૂબ ખુશ થઈ હતી. " (–પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ઉપદેશતરંગિણી, કુમાર
પાલ પડિહે, સુમતિનાહચરિય, પ્રશસ્તિઓ અને અબુદા
ચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક: ૨૦૭) મંત્રી આશુક પોરવાડ –
આબુ ઉપર વિમલવસહીની હસ્તિશાલા પાસેના સભામંડપને એક સ્તંભની પાછળ એક નાનો પથ્થર ઊભે છે. તેમાં એક તરફ શોભિત, તેની પત્ની શાંતા અને પુત્ર આશુકની મૂતિ કેતરેલી છે. બીજી તરફ શેભિતની ઘોડેસવાર મૂર્તિ કેતરેલી છે તેની નીચે આ પ્રકારે લેખ કતરેલ છે–
“ प्राग्वाटान्वयवंशमौक्तिकमणेः श्रीलक्ष्मणस्यात्मजः श्रीश्रीपालकवीन्द्रबन्धुरमलप्रज्ञालतामण्डपः । श्रीनाभेयजिनाङ्घ्रिपद्ममधुपः त्यागाद्भुतैः शोभितः श्रीमान् शोभित एष पुण्यविभवैः स्वर्लोकमासेदिवान् ॥ चित्तोत्कीर्णगुणः समग्रजगतः श्रीशोभितः स्तम्भकोत्कीर्णः शान्तिकया समं यदि तया लक्ष्म्येव दामोदरः । पुत्रेणाशुकसंज्ञकेन च धृतप्रद्युम्नरूपश्रिया सार्धं नन्दतु यावदस्ति वसुधा पाथोधिमुद्राङ्किता ॥ સ્પષ્ટ છે કે, પાટણના શેઠ લક્ષમણુ પિરવાડને બે પુત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org