________________
૬ ૭૩
એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ (૧) કવીન્દ્ર શ્રીપાલ, (૨) શેજિત શેઠ શેભિત અહીં પુણ્ય બાંધી ને મરણ પામે. આ સ્તંભ તેની યાદગીરીમાં ઊભું કરવામાં આવ્યું છે. આ સ્તંભમાં શ્રીમાન ભિત, શ્રીમતી શાંતિ અને તેને રૂપાળો પુત્ર આશુક છે.
આશુક સિદ્ધરાજને મહામાત્ય બન્યું. તેની વિનતિથી આ૦ મુનિચંદ્રસૂરિએ સં. ૧૧૭૪ માં તેમના શિષ્ય વાદિદેવસૂરિને આચાર્યપદ આપ્યું હતું. રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૧ માં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને વાદમાં જીતવા માટે આ૦ વાદિદેવસૂરિને વિજયપત્ર લખી આપ્યું અને મોટી રકમનું ભેટાણું કર્યું પરંતુ જેનેના સિદ્ધાંત મુજબ તે આચાર્યશ્રીએ ધન લીધું નહીં ત્યારે રાજાએ મંત્રી આશુકને એ રકમથી જિનાલય બંધાવવાની આજ્ઞા કરી હતી. મંત્રીએ એ રકમમાં પિતાના તરફથી બીજી વધુ રકમ ઉમેરી ભ૦ ઋષભદેવનું દેરાસર તૈયાર કરાવ્યું અને રાજાએ સં. ૧૧૮૭ ના વૈશાખ સુદિ ૧૨ના દિવસે આ વાદિદેવસૂરિ વગેરે ચાર ગચ્છના આચાર્યો પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.
રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં પત્રકામનાથી પગપાળા સોમનાથની યાત્રા કરી ત્યારે તેણે ગિરનારમાં દંડનાયક સજજને તૈયાર કરાવેલા ભ૦ નેમિનાથના પૃથ્વી જયપ્રાસાદને ખર્ચ રાજ્યના ખજાનામાંથી આપે. પૂજા માટે ૧૨ ગામનું શાસન આપ્યું અને શત્રુંજય તીર્થમાં પ્રભુની યાત્રા કરી પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હિતાં. આ કામ મહામાત્ય આશુકની સલાહથી કર્યા હતાં. વનરાજ ચાવડાને પણ આશુક નામે મોઢ મંત્રી હતા.
(પ્રક. ૨૧, પૃ. ૪૯૮) (-પ્રભાવકચરિત્ર પ્રક. ૨૧, ૨૨; ધર્માલ્યુદય-સંઘપતિચરિત્ર,
વસંતવિલાસ, અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખાંક: ૨૦૭) સં. ૧૧૭૯ માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે પ્રાંતીજના પ્રદ્યુમ્ન જેન તથા ગઠીઓએ અજિંકા મરદેવીગણિની તથા ગેલિલકા વાલમતી ગણિનીને ભણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org