________________
१४२ જૈન પરંપરાને ધૃતિહાસભાગ ૨ [ પ્રકરણ તેણે “ર૩રુ ના હકારની વિશેષતા તથા ઉર્વશી, વિશ્વલ અને વિગ્રહરાજના નિરુક્ત અર્થે ગઠવી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તે આ૦ હેમચંદ્રસૂરિની વિકસભાને પ્રધાન વિદ્વાન હતો અને રાજા સિદ્ધરાજના સમયે ભંડારી તરીકે નિયુક્ત થયે હતો.
રાજા કુમારપાલ અભણ અને રાજનીતિથી પણ અનભિજ્ઞ હતો તેથી કપર્દિની પ્રેરણાથી તેણે કામંદકીય નીતિશાસ્ત્રને તેની પાસે અભ્યાસ કર્યો. વળી, એક જ વર્ષમાં કકકાથી શરૂ કરી ત્રણ વૃત્તિ અને ત્રણ કાવ્યનું જ્ઞાન સંપાદન કર્યું. એટલે કુમારપાલ તેને બહુ માનતો હતો. તે રાજા કુમારપાલને પ્રીતિપાત્ર બન્યું અને છેવટે તેની વિચારસમિતિને સભ્ય પણ બન્યું. રાજવીએ સાધર્મિક જેને મદદ કરવાનું જે ખાતું ખેલ્યું હતું તેની વ્યવસ્થાનું કામ શેઠ અભય, શેઠ આભડ અને મંત્રી કપદિને સોંપ્યું હતું.
મંત્રી વાહડે શત્રુંજય તીર્થમાં દેરાસર બંધાવ્યું અને તે પવનના જેસથી ધસી પડયું ત્યારે પોતે જાતે જઈને બીજી વાર તે દેરાસર તૈયાર કરાવ્યું. એ સમય દરમિયાન મહં કદિ પાટણમાં શ્રીકરણમુદ્રાને અધિકારી બન્યા હતે. (-પ્રબંધચિંતામણિ)
રાજા કુમારપાલની એવી ઈચ્છા હતી કે, પિતાના મરણ બાદ ગૂજરાતને રાજા પ્રતાપમલ થાય. મંત્રી કપર્દિ પણ એ જ વિચારને હતો. આથી અજયપાલ તેને મારી નાખવાને ઈચ્છતો હતે.
સેલંકી અજયપાલ સં. ૧૨૨૯માં ગુજરાતને રાજા બન્યું. તેણે મંત્રી કપર્દિને મહામાત્યનું પદ આપવા બેલા. કપર્દિને રાજા પાસે જતાં અપશકુને પણ થયા છતાં પદવીના લેભમાં તેણે તે ગણકાર્યા નહીં. રાજાએ તેને જે દિવસે મહામાત્ય બનાવ્યો તે જ દિવસની રાતે તેને પકડાવી, બીજાઓ પાસે તિરસ્કાર કરાવી, કકળતી તેલની કડાઈમાં નંખાવ્યું. એટલે તે સં. ૧૨૨૯–૩૦ માં મરણ પામે.
મરતાં મરતાં તે હસતે મુખે બેઃ “અમે યાચકને કરડેનું દાન આપ્યું, વાદમાં વિરોધીઓને પણ હરાવ્યા, રાજાઓને સેગડાંની જેમ ઉઠાડ્યા ને બેસાડ્યા; એટલે અમે કરવાયેગ્ય બધું કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org