________________
એકતાલીશમું ]
અ. અજિતદેવસરિ અને આવા વિશાળ રાજ્યને સાચવી નહીં શકે. રાજા બનાવવાને લાયક તે રાજપૌત્ર પ્રતાપમલ્લ જ છે. રાજા કુમારપાલ પણ પ્રતાપમલને જ રાજા બનાવવાને ઈચ્છતો હતો પરંતુ શેઠ આભડે જણાવ્યું કે, “બધીય વાત સાચી છે પણ જે તેય પિતાને જ સારે એટલે અજયપાલને જ રાજા બનાવ જોઈએ.”
સં૦ ૧૨૨૯માં આચાર્યશ્રી સ્વર્ગે ગયા. રાજા કુમારપાલ પણ મરણ પામે અને અજયપાલ ગુજરાતને રાજા બન્ય. તે કુનપતિ હતું. તેણે ગાદીએ આવતાં જ કુમારપાલે બનાવેલાં પાટણનાં તથા આસપાસનાં જૈન દેરાસર તોડી નંખાવ્યાં. આ૦ રામચંદ્ર, મંત્રી કપર્દિ, મંત્રી વાહડ વગેરેને મારી નંખાવ્યા.
શેઠ આભડે આવું ધાર્યું નહોતું પણ તે રાજાની આવી ઉગ્રતા જોઈને મૌનપણે બેસી રહ્યો.
હવે અજયપાલે દૂરના તારંગા તીર્થ વગેરે સ્થળનાં જૈન દેરાસરો તોડવાને વિચાર કર્યો. શેઠ આભડે રાજાને કેપમાંથી આવા મંદિરે બચાવવા યુક્તિથી કામ લીધું. રાજાના પ્રીતિપાત્ર શીલણુ ભાંડને ખૂબ દ્રવ્ય આપીને બાકીનાં દેરાસરે બચી જાય એ માટે તૈયાર કર્યો.
સીલણે એક યુક્તિ રચી. તેણે એક સાંઠીને પ્રાસાદ બંધાવ્યું. તેને ધળાબે, ચીતરાવ્યું. પછી રાજા અજયપાલને પોતાના ઘેર પધરાવી તેમના હાથમાં તેના પાંચ પુત્રે તથા આ પ્રાસાદ ભળાવ્યા અને બે હાથ જોડી વિનતિ કરી કે, “મહારાજ ! મારે પુત્ર છે. તેમના માટે બધી વ્યવસ્થા છે. હું હવે વૃદ્ધ થયે છું, આથી હું તીર્થયાત્રાએ જવાની ઈચ્છા રાખું છું, તો મને આજ્ઞા આપે કે હું મારા જીવનનું કલ્યાણ કરું.”
તે રાજાની આજ્ઞા લઈ સૌની પાસેથી વિદાય માગીને એક દિશા તરફ ચાલવા લાગે. સીલણ ડું આગળ ગયો કે તરત જ તેના પાંચ પુત્રોએ ડાંગ મારીને આ પ્રાસાદને તોડી નાખી જમીનેસ્ત બનાવ્યું. સીલણ આ ધડાધડના અવાજો સાંભળી પાછો આવ્યો અને પુત્રોને ઉદ્દેશીને તિરસ્કારથી બેલવા લાગ્યું: “રે અભાગિયાઓ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org