________________
૬૯૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દીધે. રાજાએ તે મણિ પિતાના મુકુટમાં જડવા માટે લાખ સેનૈયા આપીને ખરીદી લીધો.
આભડે આ દ્રવ્યથી વેપાર ખેડવા માંડ્યો. તેણે એક દિવસે વહાણમાં આવેલી મજીઠની ગુણે ખરીદી લીધી. તેમાં કેટલીક ગુણેમાં વહાણવટીઓએ ચાંચિયાની બીકથી સોનાની લગડીઓ સંતાડી રાખી હતી તે શેઠ આભડને તેના નસીબે પ્રાપ્ત થઈ. આ રીતે આભડ છેડા સમયમાં જ કરેડપતિ બની ગયે. તેને તે માત્ર ત્રણ લાખનો નિયમ હતો, એટલે તેણે ખુલે હાથે ધન વાપરવા માંડ્યું.
તેણે ૨૪ વર્તમાન વીશીનાં દેરાસર બંધાવ્યાં. ઘણા દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૮૪ પોષાળે બંધાવી, સાત ક્ષેત્રમાં ૯૦ લાખ સેનામહેરે વાપરી. દેવભક્તિ, ગુરૂભક્તિ અને સાધર્મિક ભક્તિના લાભ લીધા. સં. ૧૨૨૮માં પાટણમાં તેના ઉપાશ્રયમાં રાજગચ્છના આ ચંદ્રસૂરિએ “નિરયાવલિયાસુત્ત ની ટીકા રચી.
તે પૂર્ણતલગચ્છને શ્રાવક હતે. ક સા આ૦ શ્રી હેમચંદ્રસૂરિને ભક્ત હતા. રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતું. રાજાએ નિરાધાર શ્રાવકોને સહાય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ તેને એ ખાતાને ઊપરી બનાવ્યો હતો અને આજ્ઞા કરી કે, “તારે નિરાધાર કુટુંબદીઠ ૧૦૦ સેનામહેર આપવી. આ રીતે સાતભરમાં જે રકમ અપાય તે રાજ્યના ખજાનામાંથી લઈ લેવી. આભડે પહેલી સાલ જેને કરેડ સેનૈયાની મદદ કરી અને રાજાને જણાવ્યું કે, વેપારી પણ રાજાને જ ખજાને છે માટે આ દાનને લાભ મને લેવા દે.” રાજાએ જવાબ આપ્યો કે, “શું તારે મને લેભી બનવાની આદત પાડવી છે ? રાજાએ તરત જ ખાનામાંથી કરેડ સેનૈયા મગાવીને શેઠ આભડને અર્પણ કર્યા.
એક રાતે આ૦ હેમચંદ્રસૂરિ પાસે રાજા કુમારપાલ, શેઠ આભડ, મંત્રી કપદી વગેરે બેઠા હતા. ભવિષ્યમાં ગુજરાતને રાજા કે એ વિશે ચર્ચા ચાલી. આચાર્યશ્રી તે સ્પષ્ટ રીતે માનતા હતા કે, અજયપાલ રાજા તરીકે લાયક નથી. તે ધર્મસ્થાનેને નાશ કરશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org